ચંપલ પહેરવાનો વિવાદ: તણખા ઝર્યા બાદ ભાજપની મહિલા નેતાઓએ આપ્યા આવા ખુલાસા

HomeGujarat

ચંપલ પહેરવાનો વિવાદ: તણખા ઝર્યા બાદ ભાજપની મહિલા નેતાઓએ આપ્યા આવા ખુલાસા

જામનગરમાં ભારતીય જનતા પક્ષના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે તળાવની પાળે યોજાયેલા એક કાર્યક્રમમાં જે તકરાર થઈ, અને તેના પડઘા રાજ્ય અને કેન્દ્રના નેતૃત્

અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસને ચાંપી દીધી આગ, મોટાપાયે તોડફોડ
Alert News:જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્ર, કચ્છમાં પૂર જેવી સ્થિતિ, અમદાવાદ, વડોદરામાં ખાનાખરાબી, મુખ્યમંત્રીએ યોજી હાઈલેવલ મીટીંગ
સુરત ડાયમંડ બુર્સને રાહત, PSPને 125 કરોડની બેન્ક ગેરેન્ટી આપવાનો હુકમ હાઈકોર્ટે રદ કર્યો, એડવોકેટ કમલ ત્રિવેદી, એડવોકેટ તારક દામાણી અને એડવોકેટ ઝકી શેખની દલીલો માન્ય રાખતી કોર્ટ

જામનગરમાં ભારતીય જનતા પક્ષના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે તળાવની પાળે યોજાયેલા એક કાર્યક્રમમાં જે તકરાર થઈ, અને તેના પડઘા રાજ્ય અને કેન્દ્રના નેતૃત્વ સુધી પડ્યા હોવાની ઘટના ભાજપ માટે તો ક્ષોભજનક ગણાઈ જ હશે, પરંતુ મીડિયામાં તેની ચાલી રહેલી ચર્ચામાંથી ઘણાં અવનવા તારણો નીકળી રહ્યા છે અને જુદા જુદા શબ્દપ્રયોગો થઈ રહ્યા છે, તે જોતા ગુજરાત પ્રદેશ ભાજપ માટે સુરત પછી આ બીજો મોટો આંતરિક ખટરાગ હશે, જેને હવે મેનેજ કરવો પડી રહ્યો છે, જો કે આ ઘટના ભાજપનો આંતરિક મુદ્દો છે, અને જે મુદ્દે રકઝક થઈ તે પછી સાંસદ અને ધારાસભ્ય તરફથી મીડિયા સમક્ષ કરાયેલી સ્પષ્ટતાઓ આપણી નજર સામે જ છે, જો કે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય અને બધું થાળે પડી ગયું હોય તેમ જણાય છે.

રિવાબાએ પોતાના બચાવમાં કહ્યું કે શહીદોને શ્રદ્વાંજલિ આપવા ચંપલ ઉતારી હતી. મેયર બીનાબેને પણ ચંપલ ઉતારી હતી. ત્યારે સાંસદ પૂનમ માડમે ટિપ્પણી કરી હતી કે ચંપલ પહેરવાને પણ શ્રદ્વાંજલિ આપો. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ચંપલ પહેરીને શ્રદ્વાંજલિ આપે છે. પૂનમ માડમનો ખુલાસો એવો છે કે જામગનરના મેયર અને જામનગર નોર્થના ધારાસભ્ય રિવાબા વચ્ચે વાતનું વતેસર થયું. નાનકડી ગેરસમજના કારણે ઉહાપોહ થઈ ગયો. ભાજપ પરિવાર છે અને પરિવારમાં આવી નાની ઘટનાઓ બનતી હોય છે.હું તો મેયર બીનાબેનનની નાની બહેન અને રિવાબાની મોટી બહેન તરીકે બન્નેને થાળે પાડી રહી હતી.

આ મુદ્દો બહુ મોટો ઈસ્યુ નથી, તેવું કહીને અથવા ગેરસમજથી ઊભી થયેલી નાનકડી રકઝક ગણાવીને ડેમેજ કંટ્રોલના પ્રયાસો થાય એ સ્વાભાવિક છે, અને તેવું હોઈ પણ શકે, પરંતુ ગઈકાલથી સ્થાનિકથી લઈને પ્રાદેશિક અને નેશનલ મીડિયા સુધી આ ઘટનાના અહેવાલો સામે જે પ્રતિક્રિયાઓ આવી રહી છે અને બિનરાજકીય લોકોના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, તે ઘણું ઘણું કહી જાય છે. ઘણાં વર્ષોથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક જુથવાદનો ઉલ્લેખ કરીને પ્રદેશ ભાજપના નેતાઓ તથા પ્રવક્તાઓ ઘણી વખત કોંગ્રેસનો ઉપહાસ કરતા રહ્યા છે, પરંતુ સુરત અને જામનગરના ઘટનાક્રમો પછી લોકો એવું કહેવા લાગ્યા છે કે, શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તના જ મુદ્દે જાહેરમાં રકઝક થઈ તેથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.