બિલ્કીસ બાનો કેસ: ‘આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ નથી’ કેન્દ્ર અને ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

HomeCountryGujarat

બિલ્કીસ બાનો કેસ: ‘આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ નથી’ કેન્દ્ર અને ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

કેન્દ્ર અને ગુજરાત સરકારે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને સમય પહેલા જેલમુક્ત કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવવા સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. સરકારે કહ્ય

ઉત્તરાખંડ: ખીણમાં બસ પડી, 6નાં મોત, 27નો બચાવ, બસ ગુજરાતીઓથી ભરેલી હોવાની આશંકા
સિટી લિંક-એકાઉન્ટ વિભાગ બાદ સુરત મહાનગરપાલિકાના મહેકમ ખાતામાંથી વિવાદાસ્પદ કમલેશ નાયકની હકાલપટ્ટી
પોલીસે 3 કરોડની ખંડણી માંગવાના કેસમાં માફિયા અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાની ધરપકડ કરી

કેન્દ્ર અને ગુજરાત સરકારે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને સમય પહેલા જેલમુક્ત કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવવા સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. સરકારે કહ્યું કે દોષિતોએ “રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ” કર્યો નથી, તેમને સમાજમાં ફરી સામેલ થવાની અને સુધરવાની તક આપવી જોઈએ. ત્યારે સર્વોચ્ચ અદાલતે પૂછ્યું કે શા માટે માફી નીતિ ચોક્કસ કેસમાં જ લાગુ કરવામાં આવી અને શા માટે સમાન અથવા ઓછા જધન્ય ગુનાના કેસમાં સજા ભોગવી રહેલા કેદીઓ જેલમાં છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી હાજર રહેલા એડીશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જસ્ટિસ બીવી નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેન્ચને જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલો ગુનો રેરેસ્ટ ઓફ રેર નથી, કારણ કે તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી ન હતી અને તેના બદલે આજીવન કેદ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે વર્ષ 2002માં ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન દાહોદમાં હિંદુ ટોળાએ બિલ્કીસ બાનો અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. ટોળાએ બિલ્કીસ બાનોની ત્રણ વર્ષની દીકરી સહીત તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરી, ત્યાર બાદ એ વખતે પાંચ મહિનાની ગર્ભવતી બિલ્કીસ પર બળાત્કાર ગુજાર્યો. એ સમયે બિલ્કીસનું ઉંમર 21 વર્ષ હતી. ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના આ કેસમાં દોષિત ઠરેલા 11 કેદીઓને જેલમુક્ત કર્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ જેવી હિન્દુત્વવાદી સંસ્થાએ તો બળાત્કારીઓ અને હત્યારાઓનું ફૂલહાર પહેરાવી સન્માન પણ કર્યું હતું.

એએસજી રાજુએ સરકાર તરફથી રજૂઆત કરી હતી કે ગુનો, ભલે જઘન્ય હોય, પણ તે હંમેશા દોષિતોના માથા પર લટકતો ન હોવો જોઈએ અને 14 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા બાદ તેમને સમાજમાં ફરી ભળવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું કે કાયદો એવું નથી કહેતો કે દરેકને સજા કરવામાં આવે અને ફાંસી આપવામાં આવે, પરંતુ તે કહે છે કે લોકોને સુધારવાની તક આપવામાં આવે.

બેન્ચ સુધારાત્મક અભિગમ અપનાવવા અંગેની રજૂઆત સાથે સંમત થઈ હતી. જો કે, બેન્ચે માફી નીતિના ચોક્કસ કેસમાં અમલીકરણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું “માફીની નીતિને પસંદગીયુક્ત રીતે શા માટે લાગુ કરવામાં આવી રહી છે? સુધારણા અને પુનઃ એકીકરણની તક તમામ કેદીઓને આપવી જોઈએ પરંતુ તેમાંથી માત્ર થોડા જ કેદીઓને આપવામાં આવી છે. માફીની નીતિ લાગુ કરવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ છે કે શું કેદીઓ તેના માટે યોગ્ય છે?”

એએસજીએ દલીલ કરતા જણાવ્યું હતું કે દોષિતોની મુક્તિ અંગેનો નિર્ણય SCના નિર્દેશ પર લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં એવું કહ્યું હતું કે આ અંગે ગુજરાત સરકાર નિર્ણય લેશે, કેન્દ્ર નહીં, ગુજરાત સરકાર માફીની અરજીઓ પર નિર્ણય લેવાનો અધિકારક્ષેત્ર ધરાવે છે. કોર્ટનો આદેશ સરકાર માટે બંધનકર્તા હતો અને બેન્ચ તેની સાથે સંમત ન હોય, તો પણ તેની અસર હવે ઉલટાવી શકાય નહીં.

દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતા, અરજદારોએ કહ્યું કે કોઈ કારણ આપ્યા વિના અને સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ અને તપાસ હાથ ધરનાર સીબીઆઈ એસપી દ્વારા લેખિત વાંધો ઉઠાવ્યા છતાં દોષિતોને છોડવામાં આવ્યા હતા.

ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ તમામ 11 દોષિતો મુક્ત થયા બાદ તરત જ સામાજિક કાર્યકરો અને રાજકારણીઓ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બિલ્કીસ બાનોએ પોતે નવેમ્બરમાં સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી

CPM નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને TMC સાંસદ મહુઆ મોઇત્રા અરજદારો છે જેમણે દોષિતોની માફી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0