સુરત મહાનગર પાલિકાની મિલકત વેરા વસૂલાતની ઝૂંબેશ જોરમાં, તિજોરીમાં 1223 કરોડ થયા જમા

HomeGujarat

સુરત મહાનગર પાલિકાની મિલકત વેરા વસૂલાતની ઝૂંબેશ જોરમાં, તિજોરીમાં 1223 કરોડ થયા જમા

સુરત મહાનગરપાલિકાએ મિલકત વેરા વસૂલાતના કામોમાં 57.18 ટકા વસૂલાત કરી લીધી છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ ત્રણ મહિના બાકી છે. સુરત નગરપાલિકાએ 2139

વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો: ઈન્ડિયા ગઠબંધને NDAને પછાડ્યું, 13 માંથી 10 બેઠકો જીતી, ભાજપને મોટું નુકશાન
ખાદ્યપદાર્થો-ઈંધણના ભાવો ઘટાડવા એક લાખ કરોડ રુપિયા ફાળવવા કેન્દ્ર તૈયારઃ પેટ્રોલ-ડીઝલ થશે સસ્તા
મુંબઈના ગોરેગાંવમાં 6 માળની ઈમારતમાં આગ લાગતા 7 નાં મૃત્યુઃ 46 લોકો દાઝ્યા

સુરત મહાનગરપાલિકાએ મિલકત વેરા વસૂલાતના કામોમાં 57.18 ટકા વસૂલાત કરી લીધી છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ ત્રણ મહિના બાકી છે. સુરત નગરપાલિકાએ 2139 કરોડના મિલકત વેરાના લક્ષ્યાંક સામે પાલિકાની તિજોરીમાં 1223 કરોડ જમા કરાવ્યા છે. હવે ત્રણ માસનો સમય બાકી છે ત્યારે બાકીના મિલકતદારો સામે પાલિકા તંત્રએ આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં વરાછા A ઝોન 64.31 ટકા સાથે મિલકત વેરા વસૂલાતમાં અગ્રેસર છે, જ્યારે મધ્ય ઝોન 36.02 ટકા સાથે બીજા ક્રમે છે.

સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોય સિસ્ટમ નાબૂદ થયા બાદ મિલકત વેરો મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. જેના કારણે પાલિકા મિલકત વેરાની આવક વધારવા રિવિઝન એસેસમેન્ટ સહિતની અન્ય કામગીરી કરી રહી છે. આ નાણાકીય વર્ષ માટે પાલિકાનો પ્રોપર્ટી ટેક્સનો ટાર્ગેટ રૂ. 2139 કરોડ હતો. જેમાંથી 3 જાન્યુઆરી સુધીમાં પાલિકાએ રૂ.1223 કરોડની વસૂલાત કરી છે.

મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા વેરા વસૂલાતની કામગીરીને વધુ આક્રમક બનાવીને વરાછા ઝોન ટકાવારીની દૃષ્ટિએ મહાનગરપાલિકાના તમામ ઝોનમાં અગ્રેસર છે. નગરપાલિકાના વરાછા એ ઝોનમાં 3 જાન્યુઆરીએ રાંદેર ઝોન 59.57 ટકા, સેન્ટ્રલ ઝોન-એ 36.02 ટકા, સેન્ટ્રલ ઝોન-બી 43.82 ટકા, કતારગામ ઝોન 56.77 ટકા, વરાછા ઝોન-એ 64.31 ટકા, આઠમા ઝોન-એ 60.58 ટકા, લિંબાયત ઝોન 60.58 ટકા ઝોન 62.39 ટકા, વરાછા. ઝોન-બીમાં 59.77 ટકા અને કનકપુર ઝોનમાં 48.13 ટકા રિકવરી થઈ છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0