ગુજરાતના 50 તાલુકાઓમાં વરસાદનાં એંધાણ: ગોધરામાં ચાર કલાકમાં ચાર ઈંચ

HomeGujarat

ગુજરાતના 50 તાલુકાઓમાં વરસાદનાં એંધાણ: ગોધરામાં ચાર કલાકમાં ચાર ઈંચ

ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા ચોમાસાના સંકેતો અને આગાહી વચ્ચે પ૦ જિલ્લામાંથી વરસાદના વાવડ મળી રહ્યા છે, અને ગોધરામાં ધમાકેદાર વરસાદ થયો છે. ત્યાં ચાર

ફરી એકવાર હસીના સરકાર, પાંચમી વખત બાંગ્લાદેશની કમાન સંભાળશે, વિપક્ષે કર્યો હતો ચૂંટણીનો બહિષ્કાર
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી
લોકોને રાજકીય દાનનો સ્ત્રોત જાણવાનો હક્ક નથીઃ કેન્દ્ર સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા ચોમાસાના સંકેતો અને આગાહી વચ્ચે પ૦ જિલ્લામાંથી વરસાદના વાવડ મળી રહ્યા છે, અને ગોધરામાં ધમાકેદાર વરસાદ થયો છે. ત્યાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી છ. નડિયાદમાં ગરનાળામાં એક સ્કૂલ બસ ફસાઈ હોવાના પણ અહેવાલો હતાં.

ગોધરામાં ચાર ઈંચ ઉપરાંત ડભોઈમાં એક ઈંચ, વડોદરા જિલ્લાના વિવિધ સ્થળે ૧ થી ૩ ઈંચ, જાંબુઘોડામાં અઢી ઈંચ, ઉપરાંત વડોદરા, આણંદ, ડાંગ, વાપી, વલસાડ, પાવી જેતુપર, ડભોઈ, ડાકોર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલો આવી રહ્યા છે. તે ઉપરાંત પંચમહાલ જિલ્લાના મહત્તમ તાલુકાઓમાં વરસાદી માહોલે જમાવટ કરી હોવાનું જાણવા મળે છે. હવામાન નિષ્ણાત અંબાલાલે આગામી ર૪ કલાકમાં રાજ્યના વિવિધ સ્થળે વરસાદની આગાહી કરી છે.

બિપોરજોય વાવાઝોડા પછી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જો મળ્યો હતો. ત્યારે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મધ્ય, ઉત્તર, પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા શહેરના નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતાં. તો બીજી તરફ વલસાડ, ખેડા, નડિયાદ, ડાકોર, માતર સહિતના પંથકોમાં આજે મેઘરાજા વરસ્યાછે. સવારથી જ વરસાદ પડતા ઠેકઠેકાણે પાણીભરાયા છે, તો લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.

જ્યારે નડિયાદ શહેરના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતાં. ગોધરામાં વરસેલા અનરાધાર વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તો બીજી બાજુ વીજ કરંટથી ૪ પશુઓના મોત નિપજ્યા છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી માર્કેટીંગ યાર્ડમાં મુલાકાતે આવ્યા હતાં અને ખેડૂતો સાથે બેઠક કરીને નુક્સાન વિશે ચર્ચાઓ કરી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં મોડી રાતથી વરસાદ શરૃ થયો હતો. સવાર સુધીમાં વડોદરામાં ૧ ઈંચ, સાવલીમાં ર અને ડેસર તાલુકામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

નડિયાદ શહેરમાં શનિવારે વહેલી સવારે વરસેલા વરસાદના કારણે શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ ગઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસના ચાલકે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતાં કોલેજના ર્વિદ્યાર્થીઓ બહાર કઢાયા હતાં.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે મોડી રાત્રે વલસાડ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોએ ગરમીથી રાહત મેળવી હતી.

હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદ્દેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને આવતીકાલે એટલે કે રવિવારે દમણ-દાદરા નગર હવેલી, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ સહિત મધ્ય ગુજરાતમાં સવારથી વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. તો ગાંધીનગર જિલ્લામાં પણ સવારથી ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે.

સ્કાયમેટની આગાહી

બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના અનુમાન અનુસાર, ગુજરાતમાં ર૭ કે ર૮ ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે. ચોમાસાના પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વાદળછાયુ વાતાવરણ રહેશે

આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહે સરેરાશ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીથી ઘટે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી ર૮ જૂનથી વરસાદની સંભાવના ૬૦ ટકાથી ૭પ ટકા વચ્ચે છે.