BCCIનો મોટો નિર્ણય, પહેલીવાર ટીમ ઈન્ડિયા રમશે એશિયન ગેમ્સ, જાણો ક્યારે થશે ક્રિકેટની આ મેગા ઈવેન્ટ

HomeSportsTopics

BCCIનો મોટો નિર્ણય, પહેલીવાર ટીમ ઈન્ડિયા રમશે એશિયન ગેમ્સ, જાણો ક્યારે થશે ક્રિકેટની આ મેગા ઈવેન્ટ

એશિયન ગેમ્સ 2023નું આયોજન વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્

મોરબી: ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનાં માલનું નુકશાન, વાહનો બળીને ખાખ
ફોજદારી કેસોમાં મીડિયા ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો હસ્તક્ષેપ, કેન્દ્રને ગાઈડલાઈન બનાવવા કહ્યું
પહેલી જાન્યુઆરીથી નાની બચતના વ્યાજદરોમાં થઈ શકે વધારો

એશિયન ગેમ્સ 2023નું આયોજન વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ આ વખતે એશિયન ગેમ્સમાં તેની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમને મોકલવાનો નિર્ણય કર્યો છે. ખરેખર, એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાશે. સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે એશિયન ગેમ્સ યોજાશે ત્યારે ODI વર્લ્ડ કપની યજમાની ભારત કરશે. આવી સ્થિતિમાં, BCCI એશિયન ગેમ્સમાં પુરુષોની B ટીમને મોકલશે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI એશિયન ગેમ્સમાં એક મોટી મહિલા ટીમ મોકલશે અને એક મજબૂત પુરુષ ટીમ પણ મોકલવામાં આવશે. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જ્યારે 5 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે. BCCI આ મહિનાના અંત સુધીમાં એશિયન ગેમ્સ માટે ખેલાડીઓની યાદી મોકલશે.

બીસીસીઆઈએ 2010 અને 2014માં કોઈ ટીમ મોકલી ન હતી

તમને જણાવી દઈએ કે 2010 અને 2014ની એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ્સ પણ સામેલ હતી. પરંતુ, BCCIએ પુરૂષ અને મહિલા બંને ટીમો મોકલી ન હતી. આ વખતે ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 2018માં રમાયેલી એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

ગત વર્ષે ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો

ઈંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે ક્રિકેટ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી. પરંતુ ફાઇનલમાં ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટીમ ઈન્ડિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0