બેંકોમાં બે હજાર રુપિયાની 88 ટકા ચલણી નોટ પરતઃ 42 હજાર કરોડની નોટ હજુ માર્કેટમાં!

HomeCountryBusiness

બેંકોમાં બે હજાર રુપિયાની 88 ટકા ચલણી નોટ પરતઃ 42 હજાર કરોડની નોટ હજુ માર્કેટમાં!

આરબીઆઈએ રૂપિયા બે હજારની ચલણી નોટ સરક્યુલેશનમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, તે પછી ૮૮ ટકા પરત આવી છે, જ્યારે રૂપિયા ૪ર હજાર કરોડની કિંમતની રૂપિયા બે

મિઝોરમ બ્રિજ દુર્ઘટના: પશ્ચિમ બંગાળના 23 મજૂરોના મોતની આશંકા, 18 મૃતદેહો મળી આવ્યા
મોંઘવારીનો વધુ એક માર, કોમર્શિયલ ગેસનો બાટલો સાત રૂપિયા મોંઘો થયો
જ્યોતિરાદિત્ય સિંધિયાને મોટો આંચકો, વફાદાર સમંદર પટેલની ધરવાપસી, ફરી કોંગ્રેસમાં જોડાયા

આરબીઆઈએ રૂપિયા બે હજારની ચલણી નોટ સરક્યુલેશનમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, તે પછી ૮૮ ટકા પરત આવી છે, જ્યારે રૂપિયા ૪ર હજાર કરોડની કિંમતની રૂપિયા બે હજારની ચલણી નોટ માર્કેટમાં છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૯ મે ર૦ર૩ ના સર્કયુલેશનમાંથી ર૦૦૦ રૂપીયાની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નોટ બદલવાની સુવિધા દેશની તમામ બેંક અને નોટ પરત કરવા માટે ૩૦ મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. હવે આરબીઆઈ એ બેંકોમાં જમા કરવામાં આવેલી નોટની સંખ્યાનો આંકડો રજૂ કર્યો છે.

તા. ૩૧ જુલાઈ ર૦ર૩ સુધી માર્કેટમાં ૩.૧૪ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની ગુલાબી નોટ પરત આવી ચૂકી છે. આમ છતાં હજુ પણ ૪ર,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યની ર૦૦૦ ની નોટ માર્કેટમાં છે. ૩૧ મી માર્ચ ર૦ર૩ સુધી દેશમાં લગભગ ૩.પ૬ લાખ કરોડ રૃપિયાના મૂલ્યની ર૦૦૦ ની નોટ ચલણમાં હતી. જેમાં ૩૧ જુલાઈ ર૦ર૩ સુધીમાં ૩.૧૪ લાખ કરોડની નોટ પરત આવી હતી. એમ આરબીઆઈ એ જણાવ્યું હતું. ૧૯ મે, ર૦ર૩ પછી ૮૮ ટકા ર૦૦૦ રૃપિયાની નોટ પરત આવી છે અને એનું કુલ મૂલ્ય ૩.૧૪ લાખ કરોડ રૃપિયા છે.

હવે માર્કેટમાં ફક્ત ૦.૪ર લાખ કરોડ રૃપિયાની નોટ બચી છે. જૂન મહિનામાં રિઝર્વ બેંકે ડેટા રજૂ કર્યો હતો, જેમાં ર.૭ર લાખ કરોડની કિંમતની ર૦૦૦ રૃપિયાની નોટ પરત આવી ચૂકી હતી, અને ૮૪,૦૦૦ કરોડ રૃપિયાની નોટ હજુ લોકો પાસે હતી, પરંતુ એક મહિનામાં આ આંકડાની સંખ્યા અડધી થઈ ગઈ છે. એમ આરબીઆઈ એ જણાવ્યું હતું.

મે મહિનામાં જ્યારે રિઝર્વ બેંકે ર૦૦૦ રૃપિયાની ગુલાબી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા પછી નોટને બેંક મારફત બદલવાની પ્રક્રિયા શરૃ કરી હતી. શરૃઆતમાં બેંકમાં ભીડ જોવા મળતી હતી, પરંતુ હવે બેંકમાં મોટાભાગે લોકો નોટ બદલવા જોવા મળતા નથી. કેન્દ્રિય બેંકે ર૦૦૦ રૃપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કર્યા પછી ર૩ મી મે થી ૩૦ સપ્ટેમ્બર ર૦ર૩ સુધીમાં નજીકની કોઈપણ બેંકમાં પૈસા જમા કરવા અથવા બદલવાની જાહેરાત કરી હતી. કેન્દ્રિય બેંક દ્વારા કરેલી ભલામણ પણ રંગ લાવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0