સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારાને ફાંસીની સજા સંભળાવાઈ, દુષ્કર્મ બાદ કરી હતી હત્યા

HomeGujarat

સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારાને ફાંસીની સજા સંભળાવાઈ, દુષ્કર્મ બાદ કરી હતી હત્યા

સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારે જજે ફાંસીની સજા સંભળાવી છે. સુરતના સચીન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટનામાં આરોપી ઈસ્માઈલ યુસુફ

સુરતઃ AAP કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી આગ, 17 વર્ષના પુત્રનું મોત
બજેટ દરમિયાન કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્ય બની વ્યક્તિ ઘૂસી ગયો, 15 મિનિટ સુધી ગૃહમાં બેસી રહ્યો, ધરપકડ કરાઈ
‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને કેન્દ્રનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના

સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારે જજે ફાંસીની સજા સંભળાવી છે. સુરતના સચીન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટનામાં આરોપી ઈસ્માઈલ યુસુફને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 

સુરતમાં બાળકીના હત્યારાને ફાંસીની સજા સંભળાવાઈ છે. આરોપી ઈસ્માઈલ યુસુસેફ બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હતી. એટલુ જ નહુ, તેણે બાળકીની સાથે દુષ્કર્મ કરી પેટ પર બચકાં ભરી ક્રુરતા આચરી હતી. ત્યારે ઈસ્માઈલ યુસુફને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો.

આરોપીના મોબાઈલમાંથી 200 જેટલા અશોભનીય અને બિભત્સ ફોટા પણ તપાસ દરમિયાન મળી આવ્યા હતા. તેણે નાના બાળકોની હત્યા અંગે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. આ કેસમાં 11 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. તો 85 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. ગુનાના કામે 48 સાક્ષી તપાસાયા હતા. કુલ 431 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. 

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0