hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

 બોલિવૂડમાં શોક: ‘દેવદાસ-હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મોના આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈએ કરી આત્મહત્યા

HomeCountryEntrepreneur

 બોલિવૂડમાં શોક: ‘દેવદાસ-હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મોના આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈએ કરી આત્મહત્યા

હિન્દી સિનેમાથી એક શોકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમણે બુધવારે સવારે આત્મહત્

મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યએ શિંદે જુથના નેતાને મારી 6 ગોળીઓ
સાવધાન !! અમદાવાદમાં અકસ્માતના નામે લૂંટ કરવાની નવી તરકીબ, પોલીસ એક્શન મોડમાં
રાજ્યસભા માટે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિની પસંદગી

હિન્દી સિનેમાથી એક શોકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમણે બુધવારે સવારે આત્મહત્યા કરીને જીવન ટૂકાવી દીધું. તેમના મોતના સમાચાર સામે આવતા બોલીવુડમાં માતમ પ્રસરી ગયો છે. નીતિન દેસાઈ કરજત ખાતે પોતાના એન ડી સ્ટુડિયોમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. પોલીસે હજુ સુધી તેમના મોતના કારણે વિશે વધુ જાણકારી શેર કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આત્મહત્યા કરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નીતિન દેસાઈએ સવારે 4.30 વાગે એન ડી સ્ટુડિયોમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. તેમનું મોતનું કારણ પૈસાની તંગી હોવાનું કહેવાય છે.

કરજતના એમએલએ મહેશ બાલદીએ નીતિન દેસાઈના મોત સંલગ્ન માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે નીતિન દેસાઈએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું કે નીતિન દેસાઈ મારી વિધાનસભા ક્ષેત્રમાં આવતા હતા. તેઓ ઘણા સમયથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા. આર્થિક તંગીના કારણે તેમણે આજે સવારે એનડી સ્ટુડિયો ખાતે આત્મહત્યા કરી લીધી.

નીતિન દેસાઈએ 1989માં પરિંદા ફિલ્મથી એક આર્ટ ડાયરેક્ટર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ અનેક સુપરહિટ ફિલ્મોના સેટ તેમણે તૈયાર કર્યા હતા. જે સુપરડુપર ફિલ્મોના સેટ તેમણે તૈયાર કર્યા હતા તેમાં હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજૂ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો સામેલ છે.

બેસ્ટ આર્ટ ડાયરેક્ટર તરીકે નીતિન દેસાઈએ ચાર વખત નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. બે દાયકાની કરિયરમાં નીતિ દેસાઈએ બોલીવુડના અનેક જાણીતા ફિલ્મમેકર્સ સાથે કામ કર્યું હતું. જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામ સામેલ છે.

નીતિન દેસાઈ ભલે હવે આ દુનિયામાં નથી પરંતુ તાજેતરમાં તેમના સંલગ્ન એક વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો. નીતિન દેસાઈ પર એક એડ એજન્સીએ 51.7 લાખ રૂપિયાના ફ્રોડનો આરોપ લાગ્યો હતો. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે નીતિન દેસાઈએ તેમની પાસેથી ત્રણ મહિના સુધી સતત કામ કરાવ્યું પરંતુ પૈસા આપ્યા નહીં. નીતિન દેસાઈએ આ આરોપો ફગાવ્યા હતા. નીતિન દેસાઈનું કહેવું હતું કે આ પ્રકારનો આરોપ એક અન્ય એજન્સી પહેલા પણ લગાવી ચૂકી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0