કાપડ માર્કેટમાંથી ગ્રે કાપડનો માલ લઈ પેમેન્ટ નહીં ચૂકવવાના આરોપસર પકડાયેલા રાજસ્થાનનાં કાપડના વેપારીને જામીન પર મૂક્ત કરવાનો હુકમ સુરતની કોર્ટ દ્વારા
કાપડ માર્કેટમાંથી ગ્રે કાપડનો માલ લઈ પેમેન્ટ નહીં ચૂકવવાના આરોપસર પકડાયેલા રાજસ્થાનનાં કાપડના વેપારીને જામીન પર મૂક્ત કરવાનો હુકમ સુરતની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં સિનિયર વકીલ બિમલ સુખડવાલાએ કોર્ટમાં દલીલો કરી હતી.
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વિષ્ણુ રમાકાંત ભાલા (ઉ.વ-46,રહે:ડાબર કોલોની,ભારત ગેસ એજન્સી સામે,મુ.કાલાડેરા,જી.જયપુર,રાજસ્થાન) વિરુદ્વ. ઈ.પી.કો.કલમ 406, 409,420,120(બી),144 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સલાબતપુરા પોલીસે વિષ્ણુ રમાકાંતની ધરપક કરી હતી. ધરપકડ બાદ કોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. સિનિયર એડવોકેટ બિમલ સુખડવાલાની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વિષ્ણુ રમાકાંતને જામીન પર મૂક્ત કરવાનો હુકમ કર્યો હતો.
એડીશનલ સેસન્સ જજ બીપી પુજારાની કોર્ટમાં જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા વિષ્ણુ રમાકાંતના વકીલ બી.એલ.સુખડવાલાને સાંભળવામાં આવ્યા હતા. એડવોકેટ બિમલ સુખડવાલાની દલીલોમાં માલ મેળવેલા અંગેના કોઈ એન્ડોર્સમેન્ટ પેઢી ઘ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાય આવ્યું ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વધુમાં રજુ થયેલા ચલણો પૈકી ઘણા ચલણોમાં ફકત મીટર-ટાકા નંબર લખેલા છે જેમા કોઈ ભાવતાલ લખેલ નથી જે જોતા તેઓએ માલ મેળવેલ હોય તેવુ જણાય આવતુ નથી. ચેકો રીટર્ન કરાવી નાણા વસુલ કરાવી શકત પરંતુ તેવી કોઈ કાર્યવાહી ફરીયાદી ધ્વારા કરવામાં આવેલ નથી. સમગ્ર વ્યવહાર એક ધંધાકીય વ્યવહાર છે યાને કે સિવીલ નેચરનો ગુનાનો પ્રકાર હોય તેવુ સ્પષ્ટ જણાય આવે છે અને આજદીન સુધી કોઈપણ જાતની સિવીલ કાયદા હેઠળની કાર્યવાહી વિરુધ્ધ કરાઈ નથી.
વિગતો મુજબ વિષ્ણુ રમાકાંત અને તેમના ભાગીદાર રમેશચંદ્ર પાલે એકબીજાની મદદગારીથી પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી કાપડ દલાલ ૫વાન શર્મા મારફતે ફરીયાદી પાસેથી ગ્રે કાપડનો માલ મં ગાવી શરૂઆતમાં મંગાવેલ માલની રકમ ચુકવી આપી ફરીયાદીનો વિશ્વાસ સંપાદન કરી તેઓની અલગ અલગ ફર્મના નામે તા.૨૬/૧૧ /૨૦૧૪ થી તા.૧૫/૦૧/૨૦૧૫ દરમિયાન કુલ રૂ.૭,૩૪,૬૧૫/ નો ગ્રે કાપડ વેટલેશ કોલેટીનો માલ મંગાવી મેળવી લઈ તેનુ પેમેન્ટ નહી ચુકવી ખોટા વાયદાઓ કરી સમય પસાર કરી ફરીયાદીએ ઉઘરાણી કરતા ચેકો આપી ચેકો રીટર્ન કરાવી પોતાની દુકાન બંધ કરી નાસી જઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કર્યો હોવા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વિષ્ણુ રમાકાંતને 25 હજારના જામીન પર કેટલીક શરતો જામીન પર મૂક્ત કરવાનો હુકમ કર્યો હતો.
.
COMMENTS