ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી હસ્તક ચાલતી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ફૈઝ એ.એ.ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા શમીમ પઠાણે શિક્ષણ ક્ષેત
ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી હસ્તક ચાલતી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ફૈઝ એ.એ.ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા શમીમ પઠાણે શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે. તાજેતરમાં જ તેમને બેસ્ટ પ્રિન્સિપાલના એવોર્ડથી નવાજવામાં આવતા એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં ઈતિહાસ રચાયો છે. આ ગૌરવશાળી પ્રસંગે અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં એક શિક્ષિકા તરીકે સેવા આપનારા શમીમ એ પઠાણે શિક્ષણને ગુરુમંત્ર બનાવી મુસ્લિમ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને વાલીઓમાં શિક્ષણ માટે જાગૃતિ લાવવા માટે સખત પરિશ્રમ કર્યો છે. તેમની શિક્ષિકા તરીકેની કામગીરી બાદ આચાર્યા તરીકે તેમણે એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના નવા શિખરો સર કરાવ્યા છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રમાં વર્ષોથી અવિરત સેવા કરનારા શમીમ પઠાણને બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ એનાયત થતાં મુ્સ્લિમ સમાજમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગુરુવર્ય સન્માન સમારંભમા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચશેરીયા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાના હસ્તે શમીમ પઠાણને શ્રેષ્ઠ આચાર્યા(Best Principal Award 2023) નું સન્માન આપવામા આવ્યું હતું.


COMMENTS