ગાડીઓમાં વધુ મુસાફરો બેસાડનારને થશે ‘ઓન ધ સ્પોટ’ ભારે દંડઃ જાહેરનામાની તૈયારી

HomeGujarat

ગાડીઓમાં વધુ મુસાફરો બેસાડનારને થશે ‘ઓન ધ સ્પોટ’ ભારે દંડઃ જાહેરનામાની તૈયારી

હવે ઓવરક્રાઉડીંગ વાહનોને સ્થળ પર જ દંડ થશે. કાર-બસ, ટ્રક, ટુવ્હીલર્સ વગેરેમાં વધારાના પેસેન્જરો બેસાડનારા સાવધાન થઈ જાય, કારણ કે ચૂંટણી પછી ગુજરાત સર

કેદારનાથના ગૌરીકુંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતા તબાહીઃ 12 લોકો દટાયા
ભાઈ V/S બહેન: ભરુચ લોકસભામાં એક જ ઘરનાં બે દાવેદારો, કોંગ્રેસ માટે મોકાણ, મર્હૂમ અહેમદ પટેલનાં ઘરમાં ટંટો
લાખો લોકોનું પલાયન: હમાસનો ખાત્મો કરવા હથિયારો-ટેન્કો સાથે ગાઝામાં ઘૂસી ઈઝરાયેલની સેના

હવે ઓવરક્રાઉડીંગ વાહનોને સ્થળ પર જ દંડ થશે. કાર-બસ, ટ્રક, ટુવ્હીલર્સ વગેરેમાં વધારાના પેસેન્જરો બેસાડનારા સાવધાન થઈ જાય, કારણ કે ચૂંટણી પછી ગુજરાત સરકાર જાહેરનામું બહાર પાડશે, તે પછી સ્થળ પર જ ભારે દંડ ભરવો પડશે.

વાહનમાં અધિકૃત ક્ષમતા કરતા વધારે પેસેન્જરો બેસાડનારાઓએ દંડ ચૂકવવા તૈયાર રહેવું પડશે, કેમ કે ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ કાર, બસ, ટુ-વ્હીલર્સ સહિતના વાહનોમાં વધારાના પેસેન્જરો બેસાડવા પર ઓન ધ સ્પોટ દંડનું નોટીફિકેશન બહાર પાડી શકે છે.

રાજય પરિવહન વિભાગ દ્વારા આરટીઓને આવા ગુન્હામાં ફાઈન અંગેનું કોઈ નોટીફિકેશન નહીં હોવાના કારણે ઘણા વાહનો વધારાના પેસેન્જરો સાથે ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે. મોટર વ્હીકલ એક્ટ જણાવે છે કે, કોઈપણ વાહન પછી તે પેસેન્જર વાહન હોય કે, ટ્રાન્સપોર્ટ, વાહન, વાહનની આરસી બુકમાં લખેલ પેસેન્જરની સંખ્યા કરતા વધારાનો એક પણ પેસેન્જર ના બેસાડી શકે.

દાખલા તરીકે એક ફાઈવ સીટર કાનો માલિક જો વધારાનો પેસેન્જર બેસાડે તો તેના પર ઓવરક્રાઉડીંગનો દંડ થઈ શકે. દંડની રકમ અંગે કહેવાયું છે કે, કાર અને અન્ય વાહનો માટે પ્રતિ પેસેન્જર વધુમાં વધુ ર૦૦ રૃપિયા અને ટુ-થ્રી વ્હીલર્સ માટે પ્રતિ પેસેન્જર મહત્તમ પ૦ રૃપિયા દંડની જોગવાઈ છે. તેમ ટાઈમ્સનો અહેવાલ જણાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટના ઓર્ડર છતાં, દંડની રકમ અંગે ગુજરાતમાં કોઈ નોટીફિકેશન જ નથી. હવે ચૂંટણી પછી તે આવી શકે છે. અન્ય એક આરટીઓ અધિકારીએ ધ્યાન દોર્યુ કે, રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અને લાગુ કરવાથી વિરોધ થશે એવી સામાન્ય માન્યતાના કારણે નોટીફિકેશન નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કે પેસેન્જર વાહનો મોટાભાગે ઓવર ક્રાઉડ જ હોય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0