સુરત BRTS રુટમાં અક્સ્માતો: વિવાદાસ્પદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયકનો ચાર્જ છીનવાયો

HomeGujarat

સુરત BRTS રુટમાં અક્સ્માતો: વિવાદાસ્પદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયકનો ચાર્જ છીનવાયો

સુરતનાં BRTS રુટમાં થઈ રહેલા અકસ્માતોને લઈ સુરત મહાનગરપાલિકાના કમિશનર આકરા પાણીએ છે. બે દિવસ પહેલાં BRTS બસો માટે સખત નિયમો બહાર પાડ્યા બાદ કમિશનરે સ

ભારતે કેનેડાના ચાલીસ ડિપ્લોમેટ્સની હકાલપટ્ટીનો આપ્યો આદેશઃ તંગદિલી વધી
સુરતમાં સામૂહિક આત્મહત્યા,માસુમ બાળકો સહિત 6 જણાને ઝેર પાઈ મનીષ સોલંકીએ કર્યો આપઘાત
બેંકોમાં બે હજાર રુપિયાની 88 ટકા ચલણી નોટ પરતઃ 42 હજાર કરોડની નોટ હજુ માર્કેટમાં!

સુરતનાં BRTS રુટમાં થઈ રહેલા અકસ્માતોને લઈ સુરત મહાનગરપાલિકાના કમિશનર આકરા પાણીએ છે. બે દિવસ પહેલાં BRTS બસો માટે સખત નિયમો બહાર પાડ્યા બાદ કમિશનરે સપાટો બોલાવી સિટી લિંક વિભાગનો હવાલો કમલેશ નાયક પાસેથી છિનવી લીધો છે.

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે એક સાથે વિવિધ ખાતાઓ સંભાળતા કમલેશ નાયકનું ભારણ પણ એક રીતે ઓછું કર્યું છે. સિટી લિંકનો હવાલો લઈને તાજેતરમાં જ સુરત પાલિકામાં ડેપ્યુટેશન પર મૂકાયેલા આઈએએસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે જ્યારે એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર તરીકે પી.આર. પ્રસાદ ને ચાર્જ આપવામાં આવ્યો છે.

પાછલા કેટલાક દિવસો BRTSમાં થઈ રહેલા અક્સ્માતોને લઈ સુરત મહાનગરપાલિકા પર માછલા ધોવાઈ રહ્યા છે. ભાજપ શાસકો અને પાલિકા કમિશનર દ્વારા BRTS રુટમાં ઝીરો એક્સિડન્ટ પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે BRTS રુટમાં અક્સ્માતોનાં સિલસિલાને પાલિકા કેવી રીતે અંકૂશમાં લેશે અને કોઈ પણ અક્સ્માત નહીં થાય તેના માટે શું અમલવારી કરાવે છે તે માટે રાહ જોવાની રહે છે.