સુરતની સિટી લિંક બસ સેવા વિવાદોમાં ઘૂમરાઈ રહી છે. સિટી લિંક બસ સેવાને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે વારો બ્લ્યુ બસના ડ્રાઈવરોનો આવ્યો છે. બ્લ્યુ બસના ડ્
સુરતની સિટી લિંક બસ સેવા વિવાદોમાં ઘૂમરાઈ રહી છે. સિટી લિંક બસ સેવાને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે વારો બ્લ્યુ બસના ડ્રાઈવરોનો આવ્યો છે. બ્લ્યુ બસના ડ્રાઈવરોએ હડતાળ પાડી દીધી છે અને બસ સેવા ઠપ્પ કરી દેવામાં આવી છે.
ડ્રાઈવરોની માંગ છે કે તેમને 10માંથી બે હજાર રુપિયા કાપીને 8 હજાર રુપિયા પગાર આપવામાં આવે છે. આટલા પગારમાં ઘર પણ ચાલી શકે એમ નથી. કોર્પોરેશને નવા નિયમો જાહેર કર્યા છે. તેમાં પણ ડ્રાઈવરોના પગારનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે. હાલમાં રોજિંદા 300 રુપિયા લેખે મહિનાનો પગાર આપવામાં આવે છે. આ અન્યાયની સામે ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે.
ડ્રાઈવરોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે આટલા પગારમાં તો ઘર પણ ચાલી શકે એમ નથી. બીજું હવે નવા નિયમોમાં બધું જ ડ્રાઈવરો પર ઢોળી દેવામાં આવ્યું છે તો ભવિષ્યમાં ન કરે નારાયણ અને કોઈ ઘટના બને તો ડ્રાઈવરો પાસે તો કાયદાકીય લડત લડવાના પણ રુપિયા રહેશે નહીં. એટલે પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી દેવામાં આવી છે.
સુરતમાં દોડતી બ્લ્યુ બસ સેવા આજે બંધ જોવા મળી છે. ડ્રાઈવરોએ આક્રમક રજૂઆત સાથે પગાર વધારા અંગે તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે.
COMMENTS