લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરુ: ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યુ વિભાગમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો

HomeGujarat

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરુ: ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યુ વિભાગમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો

2024ના વર્ષની શરુઆતથી જ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરુ થઈ જવાનો છે. ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમાં ગુજરાત પણ બાકાત રહેશે ન

ગૂડ ન્યૂઝ: ટ્રેન મુસાફરી સસ્તી થશે, વંદે ભારત સહિત લક્ઝરી ટ્રેનોનું ભાડું ઓછું થશે
મદુરાઈમાં ધ બર્નીંગ ટ્રેનઃ પ્રાઈવેટ ડબ્બો સળગતા 10 લોકો ભડથુંઃ 25 થી વધુ દાઝ્યાઃ અફરાતફરી
એશિયન ગેમ્સ: નવ વર્ષ પછી ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો, ફાઇનલમાં જાપાનને હરાવ્યું, પેરિસ ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી

2024ના વર્ષની શરુઆતથી જ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરુ થઈ જવાનો છે. ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમાં ગુજરાત પણ બાકાત રહેશે નહીં. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યુમાં નવા વર્ષમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી કરવામાં આવે.

રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ કરવામાં આવી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ ,પીઆઇ અને ડીવાયએસપીઓની મોટા પાયે બદલીનાં ભણકારા વાગી રહ્યા છે.

આ ઉપરાંત રેવન્યુમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોની બદલીનો પણ ગંજીફો ચિપવામાં આવશે. ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્ર દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1