વડોદરામાં પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી (પીપીપી)ના શહેર કાર્યાલયનું ઉદઘાટન, અનેક યુવા અને મહિલાઓએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી મહિલાઓ પર તેમના ઘરન
વડોદરામાં પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી (પીપીપી)ના શહેર કાર્યાલયનું ઉદઘાટન, અનેક યુવા અને મહિલાઓએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી
મહિલાઓ પર તેમના ઘરના સભ્યો વિશ્વાસ કેળવે તે સમયની માગ
મુસદ્દીક કાનુન્ગો દ્વારા, વડોદરા– નવા ઉમંગ, નવા ઉત્સાહ અને નવા સિંચાર સાથે ગુજરાતના રાજકીય મેદાન પર ઉતરી પડેલા પૂર્વ મુખ્યમંત્રીએ વડોદરામાં તેમની પાર્ટીનાં નવા કાર્યાલયનું ઉદઘાટન કરીને મહિલાઓની રાજનીતિમાં ભાગીદારી પર વિશેષ ભાર મુક્યો હતો. મહિલાઓની ભાગીદારી વધે તો ભ્રષ્ટાચાર પર અંકુશ મુકી શકાય એવું બાપુનું માનવું છે.ગ્રામ પંચાયતથી માંડીને મહાનગર પાલિકા સુધી મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરતાં ખરડાએ મહિલા સશક્તિકરણને બળ આપ્યું હતુ પરંતુ ઉમદા ધ્યેયથી ઘડવામાં આવેલા કાયદાનો મહિલાઓના પતિ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને મહાનગર પાલિકાના કોર્પોરેટર અથવા પદાધિકારી મહિલાઓના પતિઓ દ્વારા જ વહીવટ કરવામાં આવતો હોવાથી મહિલાઓની ભાગીદારી નામ પુરતી રહી ગઈ છે.

મહિલાઓની ભાગીદારી વધારવા સાથે તેમના પાવર વધારવા પર ભાર મુકતા શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુએ કહ્યું કે, લોકસભાના પૂર્વ સ્પીકર સુમીત્રા મહાજને રાજનીતિમાં પ્રવેશ મેળવતા પહેલાં સાસુ તેમજ પતિની પરવાનગી લીધી. રાજકીય પાર્ટી અને તેમાંયે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘરે પહોંચતા રાત્રે 12 પણ વાગી શકે એવું પણ સુમીત્રાજીએ કહ્યું હતું. તેમની સ્પષ્ટ વાત સાંભળીને પતિ તેમજ સાસુજીએ રાજકીય સફરની મંજુરી આપી હતી.આવી જ રીતે મહિલાઓને ઘરના સભ્યો જ પ્રોત્સાહિત કરે અને તેમના પર પૂર્ણ વિશ્વાસ રાખીને રાજકીય રીતે આગળ વધવા દે તો ભ્રષ્ટાચાર પર અંકુશ લાદી શકાય છે કેમકે દરેક મહિલા દિકરીથી લઈને પત્ની, માતા, વહુ તેમજ સાસુનો રોલ નિભાવતી હોવાથી તેમને ઘરના મેનેજમેન્ટનો બહોળો અનુભવ હોય છે. બચતનીતિ તેમની પ્રાથમિકતા હોય એટલે રાજકીય પદ પર પહોંચે તો સૌપ્રથમ તેઓ બચતના રસ્તા શોધે જેનાથી સીધેસીધું ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવી શકાય. આપે ખુબ ઓછા ઉદાહરણો જોયા હશે જેમાં ભ્રષ્ટાચારના કેસમાં મહિલાઓની સીધી સંડોવણી જાહેર થઈ હોય. એટલે મહિલાઓને રાજકીય પાર્ટી સાથે જોડાવવું જોઈએ. તેમની સુરક્ષાની જવાબદારી બાપુએ પોતાના ખભે લીધી છે.

વડોદરાના એરપોર્ટનું સર સયાજીરાવ નામકરણ કરવા માંગ
કોલેજકાળથી વડોદરા સાથે સંકળાયેલા બાપુએ નવનિર્માણ આંદોલન દરમિયાન પણ વડોદરામાં જેલવાસ ભોગવ્યો હતો એટલે વડોદરાના ઈતિહાસ તેમજ ભૂગોળથી સારી રીતે પરિચિત બાપુએ વડોદરાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામકરણ કરવામાં વડોદરાના રાજવી પરિવારના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) એ વડોદરાના વિકાસમાં સિંહફાળો આપ્યો છે એટલે વડોદરા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ જ હોવું જોઈએ એમ બાપુએ ભારપૂર્વક ઉમેર્યું હતું.
નિડર બનો અને લીડર બનોઃ બાકી બધુ બાપુ પર છોડી દો

ગુજરાતના યુવાઓથી માંડીને વૃદ્ધ તેમજ મહિલાઓમાં લોકપ્રિયતા ધરાવતા બાપુએ આક્રમક શૈલીના દર્શન કરાવતા જણાવ્યું કે, આજના યુવાનો આવતીકાલના દેશના નેતા છે. તેઓ ભારતના ભવિષ્ય છે એટલે કોઈપણ તાકતોથી ડરવાની જરૂર નથી. યુવાઓ તેમજ મહિલાઓમાં જોશ ભરતા બાપુએ કહ્યું કે ‘નિડર બનો, લીડર બનો, બાકી બધુ બાપુ પર છોડી દો’. બાપુએ કહ્યું કે ’24 બાય 7 હું તમારા માટે અવેલેબલ છું. ગમે ત્યારે જરૂર પડશે હું તમારી સાથે છું.’ બાપુના જોશીલા ભાષણ બાદ વડોદરામાં મોટી સંખ્યામાં યુવાઓ તેમજ મહિલાઓ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી (અંગ્રેજીમાં પીપલ્સ પાવર પાર્ટી)માં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પીપીપીની સદસ્યતા ગ્રહણ કરી હતી.
પીપલ્સ પાવર આપવા પ્રતિબદ્ધતા
બાપુએ કહ્યુંકે, ગુજરાતની મુખ્ય પાર્ટીઓનું પ્રમુખપદ, મુખ્યમંત્રી પદ, કેન્દ્રીમંત્રી પદ, વિધાનસભામાં વિપક્ષનું નેતાપદ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સ્વીકાર્યા પછી કોઈ લોકોને એવું લાગતું હોય કે બાપુ આ ઘરડી ઉંમરે ફરીથી કઈંક પામવા માટે રાજકીય મેદાનમાં કુદી પડ્યાં છે તો એ તેમની ભૂલ છે. ઈશ્વરનું આપેલું બધુ જ છે તેમજ ખુબ સુખી છે પરંતુ લોકોની વેદના સાંભળીને બાપુ ફરીથી ઘરની બહાર નિકળ્યા છે. બાપુને કોઈ પદ કે હોદ્દાની લાલચ નથી. તેમણે ઉમેર્યું કે આ પાર્ટી લોકોને તેમના પાવર અપાવવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરે છે અને આગામી સમયમાં પીપીપી એક વિશેષ કદ સાથે લોકોની વચ્ચે આવશે એ નિશ્ચિત છે.
COMMENTS