સહારનપુરના દેવબંદ પહોંચેલા ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજ્ઞાત લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જીવલેણ હુમલામાં ચંદ્રશેખરને ઈજા પહોં
સહારનપુરના દેવબંદ પહોંચેલા ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજ્ઞાત લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જીવલેણ હુમલામાં ચંદ્રશેખરને ઈજા પહોંચી છે, જેમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આ્યા છે.
ચંદ્રશેખર પોતાની ફોર્ચ્યુનર કારમાં દેવબંદની પહોંચ્યા ત્યારે તેમની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે તેમને ગોળી સીધી વાગી નહોતી, ત્યારબાદ તેમને ગોળી વાગી હતી. બંદૂકની ગોળી વાગી હોવાના નિશાન જોવા મળ્યા હતા. આ બનાવ પછી ઘટનાસ્થળે પોલીસે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
હુમલાખોરો હરિયાણાની નંબર પ્લેટવાળી કારમાં આવ્યા હતા અને ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં તેમની તબિયત સ્થિર છે. ફાયરિંગમાં કારના કાચ તૂટી ગયા હતા, જ્યારે પોલીસે સંબંધિત વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે. હાલમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી હુમલાખોરની શોધ ચલાવી શકાય ચે. અડધો કલાક પહેલા ચંદ્રશેખર આઝાદના કાફલા પર અમુક અજાણ્યા હુમલોખોરોએ ગોળીબાર કર્યો હતો. એક ગોળી તેમની નજીકથી પસાર થઈ ગઈ હતી. તેમની હાલત સ્થિર છે, જ્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
COMMENTS