Alert New:આધાર-પાન કાર્ડ લિન્ક નહીં હોય તો પાનકાર્ડ થઈ જશે રદ્દ, બે પાનકાર્ડ હોય તો 10 હજારનો દંડ

HomeCountryBusiness

Alert New:આધાર-પાન કાર્ડ લિન્ક નહીં હોય તો પાનકાર્ડ થઈ જશે રદ્દ, બે પાનકાર્ડ હોય તો 10 હજારનો દંડ

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને વારંવાર આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક કરવા માટે સૂચના આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ તેમના આધાર અને પાનકાર્ડ લિન્ક કરા

Why the world would end without financial reports
“ટૂંક સમયમાં અમે અલવિદા કહીશું…”: ટ્વિટર બ્રાન્ડ, લોગોને લઈ એલન મસ્કનો મોટો ધડાકો
વાયબ્રન્ટ ગુજરાત:’ગ્લોબલ ટ્રેડ શો’માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દબદબો, પીએમ મોદીએ શેર કર્યા જોરદાર ફોટો

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને વારંવાર આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક કરવા માટે સૂચના આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ તેમના આધાર અને પાનકાર્ડ લિન્ક કરાવી લીધા છે, પરંતુ કેટલાક લોકોના પાનકાર્ડ અને આધાર કાર્ડમાં નામ સહિતની ડિટેલ્સમાં તફાવત આવતા તેઓ પરેશાન થઈ ગયા છે. કેટલાક લકોએ તો નવેસરથી નવા પાનકાર્ડ બનાવી લીધા છે. હવે તેમનામાટે વિટંબણા એ છે કે ઈન્કમટેક્સના કાયદા મુજબ બે પાનકાર્ડ ધરાવનારાઓને ૧૦ હજાર રૃપિયાનો દંડની જોગવાઈ છે. આવનારા દિવસોમાં બે પાનકાર્ડ ધરાવનારાઓને તેનો સામનો કરવો પડી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર આર્થિક અને વહીવટી સરળતા માટે દેશભરમાં લોકોને તેમના આધારકાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરવા માટે આગ્રહ કરી રહી છે. વારંવાર સૂચના આપ્યા પછી પણ મોટી સંખ્યામાં લોકો તેમના આધાર કાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરી શક્યા નથી. આવકવેરા વિભાગમાં પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો તેમની સમસ્યા સાથે આવી રહ્યા છે. કેટલાક લોકોની ફરિયાદ છે કે તેમના પાનકાર્ડ અને આધાર કાર્ડમાં આપેલી માહિતીમાં મિસમેચ હોવાથી લિન્ક કરવામાં મુશ્કેલી નડી રહી છે. નાની-નાની ભૂલોને લીધે પણ લોકો અટવાઈ રહ્યા છે. વારંવાર દોડધામથી પરેશાન થયેલા કેટલાક તો નવા પાનકાર્ડ બનાવીને પણ લિન્ક કરાવી લીધા છે.

જો કે, હવે તેઓ માટે બકરૃ કાઢતા ઊંટ બેઠુ જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે ઈન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ ના સેક્શન ર૭રબી મુજબ બે પાનકાર્ડ ધરાવનારાઓ પર ૧૦ હજાર રૃપિયાનો દંડ લાગી શકે છે. એક જ વ્યક્તિના નામે બે પાનકાર્ડ હોય એવા કિસ્સામાં તેનો દૂરૃપયોગ થવાની પણ શક્યતા રહેલી છે. ભૂતકાળમાં જીએસટી વિભાગે પકડેલા બોગસ બિલિંગ કાંડમાં આવા અનેક પાનકાર્ડ મળી આવ્યા હોવાને લીધે આગામી દિવસોમાં કાર્યવાહી થવાની શક્યતા રહેલી છે. એક પાનકાર્ડ સરેંડર કરવું જોઈએ. જે લોકો પાસે બે પાનકાર્ડ યે તેઓએ એક પાનકાર્ડ સરેંડર કરવું જોઈએ. બે પાનકાર્ડ રાખવું એ કાયદેસર અપરાધ છે. ઈન્કમટેક્સના કાયદા પ્રમાણે જે લોકો પાસે બે પાનકાર્ડ છે તેઓએ એક પાનકાર્ડ સરેંડર કરવું જોઈએ. બે પાનકાર્ડ રાખવું એ કાયદેસર અપરાધ છે. ઈન્કમટેક્સના કાયદા પ્રમાણે જે લોકો પાસે બે પાનકાર્ડ હોય તેમને ૧૦ હજાર રૃપિયાનો દંડ થઈ શકે છે.

સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસની બે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ૦.૩૦ ટકા સુધીનો વધારો કર્યો છે. ૧ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર હવે ૬.૮૦ ટકાને બદલે ૬.૯૦ ટકા વ્યાજ મળશે. તે જ સમયે ર વર્ષની સમયની થાપણો પરનો દર ૬.૯ ટકાથી વધારીને ૭ ટકા કરવામાં આવ્યો છે. હવે તમને પ વર્ષની પોસ્ટ ઓફિસ આરડી પર ૬.ર ટકાને બદલે ૬.પ ટકા વ્યાજ મળશે.

જો કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સિનિયર સિટીઝન સેવીંગ્સ સ્કીમ, નેશનલ સેવીંગ્ઝ સર્ટીફિકેટ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દરો આજથી એટલે કે ૧ જુલાઈથી લાગુ થઈ ગયા છે.

તા. ૧ જુલાઈથી નાણાકીય વર્ષમાં ૭ લાખ રૃપિયાથી વધુના વિદેશમાં ખર્ચવા પર આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ પર ર૦ ટકા ટીડીએસ ચૂકવવો પડશે. જો ખર્ચ ૭ લાખ રૃપિયાથી ઓછો હશે તો આ ટેક્સ લાગુ થશે નહીં. જો કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસ દરમિયાન નાણાકીય વર્ષમાં ૮ લાખ રૃપિયાનું કાર્ડ પેમેન્ટ કરે છે, તો તેણે સમગ્ર રકમ પર ર૦ ટકા ટીડીએસ એટલે કે ૧.૬ લાખ રૃપિયા ચૂકવવા પડશે.

હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન એટલે કે એચડીએફસી લિમિટેડનું દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક સાથે વિલિનિકરણ અસરકારક બન્યું છે. આ મર્જર પછી એચડીએફસી લિમિટેડની સેવાઓ બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ થશે. એચડીએફસી બેંકની શાખામાં લોન, બેન્કીંગ સહિત અન્ય તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આજે એટલે કે ૧ લી જુલાઈએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૭ર રૃપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ ૮૯.૬ર રૃપિયા પ્રતિ લીટર વેંચાઈ રહ્યું છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૃપિયા અને ડીઝલ ૯૪.ર૭ રૃપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. બીજી તરફ સીએનજી અને પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0