કેન્યામાં સુધારાવાદી દાઉદી વ્હોરા સમાજે સુરતના ઝેહરા સાયકલવાલાને સન્માનિત કર્યા

HomeGujarat

કેન્યામાં સુધારાવાદી દાઉદી વ્હોરા સમાજે સુરતના ઝેહરા સાયકલવાલાને સન્માનિત કર્યા

તારીખ 12/ 11/ 2023 ના રોજ કેન્યાની સર યુસુફ અલી સ્પોર્ટસ ક્લબમાં સુધારાવાદી દાઉદી વ્હોરા જમાતે સુરતમાં એકલા હાથે સુધારાવાદી ચળવળ ચલાવતાં લોખંડી મહિલા

સિટી લિંક-એકાઉન્ટ વિભાગ બાદ સુરત મહાનગરપાલિકાના મહેકમ ખાતામાંથી વિવાદાસ્પદ કમલેશ નાયકની હકાલપટ્ટી
સુરત: બિઝનેસ પાર્ટનરના દબાણથી કંટાળીને 7 લોકોએ કરી હતી આત્મહત્યા, હવે એકની ધરપકડ
ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

તારીખ 12/ 11/ 2023 ના રોજ કેન્યાની સર યુસુફ અલી સ્પોર્ટસ ક્લબમાં સુધારાવાદી દાઉદી વ્હોરા જમાતે સુરતમાં એકલા હાથે સુધારાવાદી ચળવળ ચલાવતાં લોખંડી મહિલા આગેવાન ઝેહરા સાયકલવાલાના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજમાં સુધારા ઇચ્છતા લોકો ભેગા થયા હતા. જમાતના સેક્રેટરી સમા પાલીવાલાએ ઝેહરા સાયકલવાલાનો પરિચય આપ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વિચારશીલ લોકોએ સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુઓની ચાલતી વર્ષોથી અન્યાયી, અત્યાચારી અને જુલમી નીતિ સામેની મારી લડત અંગેની સિલસિલાબદ્ધ હકીકતો જાણી હતી. મહિલાઓને મસ્જિદમાં રીદા વગર નમાઝ પઢવા સામે પાબંદી સામે મારા દ્વારા છેડાયેલી સફળ કાનૂની લડત, ગુજરાત હાઇકોર્ટના હુકમથી અપાયેલું પોલીસ પ્રોટેક્શન અને અંતે લડતમાં વિજય થયો હતો. આખરે આ લડતના અંતે રમજાન માસના પવિત્ર મહિનામાં વગર રીદાએ ઝેહરા સાયક્લવાલા બુરહાની મસ્જિદમાં નમાજ પઢવા ગયા તેની હકીકત ઉત્સાહપૂર્વક સાંભળી હતી.

ઝેહરાબેન સાયકલાલાએ સન્માનનો પ્રતિભાવ આપતા કહ્યું કે સમાજને સંકુચિતતામાં જ જકડી રાખવા માગતા ધર્મગુરુઓની જોહુકમી સામે આવા અનેક મુદ્દાઓ ઉપર મારી સફળ સંઘર્ષની યાત્રાની વાતો જાણી તેમણે મને ખૂબ બિરદાવી હતી. મારી લડતને ટેકો જાહેર કર્યો હતો.

તેમણે કહ્યું કે મારો ઉત્સાહ અનેકગણો વધાર્યો તે માટે હું નૈરોબી જમાત, મોમ્બાસા જમાત, રેહાના તૈયબજી, સમા પાલીવાલાનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1