hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

1984ના શીખ વિરોધી રમખાણોનાં કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મોટી રાહત, મૂક્ત કરવાનો આદેશ આપતી કોર્ટ

HomeCountry

1984ના શીખ વિરોધી રમખાણોનાં કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મોટી રાહત, મૂક્ત કરવાનો આદેશ આપતી કોર્ટ

1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશની રાજધાની દિલ્હીમાં શીખ રમખાણો થયા હતા. આ રમખાણો દરમિયાન દિલ્હીના સુલ્તાનપુરીમાં 6 લોકોની હત્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ, કહ્યું,”ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની જરૂરિયાતોને પ્રાથમિકતા”
હવે નકલી સિમ કાર્ડ લેવા પર થશે 3 વર્ષની જેલ, 50 લાખ સુધીનો દંડ: ટેલિકોમ બિલ 2023 સંસદના બંને ગૃહોમાં પસાર
બે-ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા

1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશની રાજધાની દિલ્હીમાં શીખ રમખાણો થયા હતા. આ રમખાણો દરમિયાન દિલ્હીના સુલ્તાનપુરીમાં 6 લોકોની હત્યાના કેસની સુનાવણી કરતી વખતે રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર અને અન્ય ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ તમામ પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દિલ્હી રમખાણોના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.

ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરી શક્યું નથી

20 સપ્ટેમ્બરના રોજ કેસની સુનાવણી કરતી વખતે, રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની અદાલતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને ટોળાને ઉશ્કેરવાના અને અન્ય આરોપોમાંથી મુક્ત કર્યા હતા. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ કોંગ્રેસના નેતા સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

સજ્જન કુમાર આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે

તમને જણાવી દઈએ કે આ કેસમાં 13 વર્ષ પહેલા જુલાઈ 2010માં કર્કરડૂમા કોર્ટે સજ્જન કુમાર, બ્રહ્માનંદ, પેરુ, કુશલ સિંહ અને વેદ પ્રકાશ વિરુદ્ધ સુલતાનપુરીમાં શીખ વિરોધી દરમિયાન છ શીખોની હત્યાના કેસમાં આરોપો ઘડ્યા હતા. રમખાણો આ કેસમાં સજ્જન કુમાર જામીન પર હતા. જ્યારે અન્ય કેસમાં સજ્જન કુમાર જેલમાં છે. રમખાણોના કેસમાં દોષિત જાહેર થયા બાદ સજ્જન કુમાર પણ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

ટોળાએ શીખોની નિર્દયતાથી કરી હતી હત્યા 

આ મામલો 2 નવેમ્બર, 1984ના રોજ સુલતાનપુરી વિસ્તારમાં ફાટી નીકળેલા શીખ વિરોધી રમખાણોનો છે. અહીં એક સાક્ષી ચામ કૌરે નિવેદન નોંધ્યું હતું કે તેણે સજ્જન કુમારને ભીડને ઉશ્કેરતા જોયા હતા. જે બાદ ટોળાએ શીખોની નિર્દયતાથી હત્યા કરી હતી. પરંતુ હવે કોર્ટે સ્વીકાર્યું કે એક પણ એવો પુરાવો સામે આવ્યો નથી જે કોંગ્રેસના નેતાની દોષિતતાને સાબિત કરે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0