નાણામંત્રાલયે નવ ક્રિપ્ટો એક્સચેન્જને ફટકારી નોટીસ, પ્લેટફોર્મનાં URLને બ્લોક કરાશે

HomeCountryBusiness

નાણામંત્રાલયે નવ ક્રિપ્ટો એક્સચેન્જને ફટકારી નોટીસ, પ્લેટફોર્મનાં URLને બ્લોક કરાશે

કેન્દ્રીય નાણા મંત્રાલયે નવ ક્રિપ્ટો એક્સચેન્જને નોટીસ ફટકારી છે. આઈટી મિનિસ્ટ્રીને પણ કહ્યું કે કે, સ્થાનિક મની લોન્ડરીંગ કાયદાનું પાલન કર્યા વિના દ

મોદી સરનેમ કેસ: સુરત કેસમાં રાહત મળ્યા બાદ ઝારખંડ કોર્ટે પણ આપી રાહત, કોર્ટના ચક્કરમાંથી રાહુલ ગાંધીને મૂક્તિ
ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું
દિલ્હી સેવા બિલ સહિત સંસદમાં પસાર થયેલા તમામ ચાર બિલોને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

કેન્દ્રીય નાણા મંત્રાલયે નવ ક્રિપ્ટો એક્સચેન્જને નોટીસ ફટકારી છે. આઈટી મિનિસ્ટ્રીને પણ કહ્યું કે કે, સ્થાનિક મની લોન્ડરીંગ કાયદાનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદે રીતે ચાલતા આ પ્લેટફોર્મના યુઆરએલને બ્લોક કરી દેવામાં આવે.

ભારતીય નાણા મંત્રાલયએ ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર સહિત નવ ઓફસરો વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર્સને શો કોઝ નોટીસ ફટકારી છે. આ ઉપરાંત આઈટી મિનિસ્ટ્રીને પણ કહ્યું છે કે, સ્થાનિક મની લોન્ડરીંગ કાયદાનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદે રીતે ચાલતા આ પ્લેટફોર્મના યુઆરએલ બ્લોક કરી દેવામાં આવે.

કુલ નવ ક્રિપ્ટો એક્સચેન્જને આ નોટીસ મોકલવામાં આવી છે. 28 ડિસેમ્બરે એક નિવેદનમાં નાણા મંત્રાલયે કહ્યું કે, ઓફશોર અને ઓનશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર ભારતમાં કામ કરી રહ્યા છે અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ તથા ફિયાટ કરન્સી વચ્ચે આપ-લે, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ કે ઈન્સ્ટ્રુમેન્ટના હસ્તાંતરણ તથા વહીવટ સહિતની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ તમામ પ્લેટફોર્મ્સ માટે ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયા સાથે રજિસ્ટ્રેશન કરાવવું અને પ્રિવેનશન ઓફ મની લોન્ડરીંગ એક્ટ ર૦૦ર ની જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત થઈ જશે.

ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયા એક રાષ્ટ્રીય એજન્સી છે. કાયદાનું અમલ કરાવતી એજન્સીઓ અને તેના વિદેશી સમકક્ષોને શંકાસ્પદ નાણાકીય ફેરફાર સંબંધિત માહિતી પૂરી પાડવા, તેનું વિશ્લેષણ કરવામાં અને તેને શેર કરવા માટેની જવાબદારી ધરાવે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1