બીજી ઓગસ્ટથી સુપ્રીમકોર્ટ કલમ 370 સંબંધિત અરજીઓ પર સુનાવણી શરૂ કરશે, કેન્દ્રનું નવું સોગંદનામું ફગાવી દેવાયું

HomeCountryNews

બીજી ઓગસ્ટથી સુપ્રીમકોર્ટ કલમ 370 સંબંધિત અરજીઓ પર સુનાવણી શરૂ કરશે, કેન્દ્રનું નવું સોગંદનામું ફગાવી દેવાયું

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ

ગુજરાતભરમાં ભારે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા, ડૂબી ગઈ કારો, IMD જારી કર્યું એલર્ટ
ચકચાર: સુરતના લિંબાયતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત
લોકસભામાં PM મોદીના ભાષણ બાદ ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, વિપક્ષે કર્યો વોકઆઉટ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે બીજી ઓગસ્ટથી સુનાવણી શરૂ કરશે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ વર્ષ બાદ કલમ 370 પર સુનાવણી થઈ રહી છે. આ પહેલા વર્ષ 2020માં પાંચ જજોની બંધારણીય બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા કેન્દ્રએ સોમવારે આ મામલે નવેસરથી એફિડેવિટ દાખલ કરી હતી. કોર્ટે આજે સુનાવણી સાથે આ સોગંદનામું ફગાવી દીધું હતું. જણાવી દઈએ કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે કાયદો લાવીને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી.

આ કેસની સુનાવણી બીજી ઓગસ્ટથી દરરોજ થશે

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મંગળવારે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે આ અરજીઓ પર આવતા મહિને 2 ઓગસ્ટથી સવારે 10:30 વાગ્યે સુનાવણી કરીશું. તેમણે કહ્યું કે કલમ 370 પર સુનાવણી સોમવાર અને શુક્રવાર સિવાય દરરોજ થશે. જો આ બાબતમાં બીજું કંઈ ઉમેરવું હોય તો તે જુલાઈના છેલ્લા અઠવાડિયા સુધીમાં પૂર્ણ કરી લેવું જોઈએ.

કેન્દ્ર સરકારે સોગંદનામામાં આ દલીલ આપી હતી

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે સર્વોચ્ચ અદાલતમાં સબમિટ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ત્રણ દાયકાની અશાંતિ બાદ પ્રદેશમાં જીવન સામાન્ય થઈ ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં શાળાઓ, કોલેજો અને અન્ય જાહેર સંસ્થાઓ સુચારૂ રીતે ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન હડતાલ, પથ્થરમારો અને બંધની કોઈ ઘટના બની નથી. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રના નવા સોગંદનામાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી

વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું કે શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. ચીફ જસ્ટીસે બંનેના નામ અરજદારોની યાદીમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. લીડ પિટિશન શાહ ફૈસલ Vs યુનિયન ઓફ ઈન્ડિયાના નામે હતી, હવે તેને બદલવામાં આવી છે.

ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ કોર્ટના ફેસલાનું સ્વાગત કર્યું

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમારો કેસ મજબૂત છે. અમે સુપ્રીમ કોર્ટ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સુનાવણી થવી જોઈએ અને ચૂંટણી પણ યોજવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીએફ ચીફ મહેબૂબા મુફ્તીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મુફ્તીએ કહ્યું કે મને આશા છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને ન્યાય મળશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0