hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

ચકચાર: સુરતના લિંબાયતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત

HomeGujarat

ચકચાર: સુરતના લિંબાયતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત

સુરતમાં એક જ પરિવારના ૩ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગઈ છે. મૃતકોમાં એક બાળક છે. લિંબાયત વિસ્તારમાં રૃસ્તમ પાર્કમાં એક પરિવારના ત્રણ સભ

ઝારખંડના બોકારોમાં તાજિયા હાઈ ટેન્શન વાયરને અડી જતા ચારના મોત, 9ની હાલત ગંભીર
પાકિસ્તાનમાં વરસાદે તારાજી વેરી, 86 લોકોના મોત અને 150 જેટલા ઘાયલ
મોંઘવારી કરાવે લૂંટ! ગરીબ ખેડૂતના ખેતરમાંથી 2.5 લાખના ટામેટા ચોરાઈ ગયા, પોલીસે શરુ કરી તપાસ

સુરતમાં એક જ પરિવારના ૩ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગઈ છે. મૃતકોમાં એક બાળક છે.

લિંબાયત વિસ્તારમાં રૃસ્તમ પાર્કમાં એક પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવીને પોતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. લિંબાયતમાં આવેલા રૃસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષિય સુમેશ ભિક્ષાપતિ જિલા એ પોતાની પત્ની નિર્મલ અને સાત વર્ષના દીકરા દેવઋષિને ઝેર આપીને મારી નાખ્યા પછી પોતે પણ ગળેફાંસો ખાઈ લીધાનો દાવો કરાઈ રહ્યો છે. પોલીસને તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલ મળી આવ્યો છે. પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે, જો કે અત્યાર સુધી પરિવારના સભ્યોએ કેમ આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.

પોલીસે કહ્યું હતું કે, આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અગાઉ સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલનપુર જકાતનાકા નજીક આવેલા સિદ્ધેશ્વર કોમ્પલેક્સ પણ આપઘાતની ઘટના બની હતી. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી નાખ્યું હતું. અહીં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતાં. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0