મણિપુરમાં ફરીથી હિંસક ઘટનાઓ બની રહી છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આજે પણ વિપક્ષોએ હોબાળો કરતા સંસદના બન્ને ગૃહો સુધી સ્થગિત કરવા પડ્યા છે.
મણિપુરમાં ફરીથી હિંસક ઘટનાઓ બની રહી છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આજે પણ વિપક્ષોએ હોબાળો કરતા સંસદના બન્ને ગૃહો સુધી સ્થગિત કરવા પડ્યા છે.
સંસદના બન્ને ગૃહોમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે સંસદની કાર્યવાહી શરૃ થાય તે પહેલા રાજસ્થાનના બીજેપી સાંસદોએ વરિષ્ઠ નેતાઓ સાથે સીએમ અશોક ગેહલોત સરકારનો વિરોધ કર્યો હતો. આ સાથે વિપક્ષી દળોએ પણ સંયુક્ત રીતે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હોબાળા પછી રાજ્યસભા અને લોકસભા પ્રારંભમાં બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ સત્રમાં સરકાર કુલ ૩૧ મહત્ત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે ત્યારે વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ગૃહમાં હગામો થયો હોવાથી રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહી છે, જો કે સરકાર પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે.
COMMENTS