hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

યુએનએમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ વિરામની તરફેણમાં 120 મતો પડ્યા, 14 દેશો વિરોધમાં

HomeInternationalWorld

યુએનએમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ વિરામની તરફેણમાં 120 મતો પડ્યા, 14 દેશો વિરોધમાં

યુએનએમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર યુએનએમાં મતદાન થતાં આ પ્રસ્તાવની તરફેણમાં ૧ર૦, વિરોધમાં ૧૪ મતો પડ્યા હતાં. અને ભારત સહિત ૪૫ દેશો

ગુજરાત હાઇકોર્ટે કહ્યું ’ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે’
લવ મેરેજના કિસ્સામાં માતા-પિતાની સંમતિને ફરજિયાત બનાવવા અંગે ગુજરાત સરકાર કરશે વિચારણા: CM ભૂપેન્દ્ર પટેલ
અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન પર પ્રથમ ઇનામ, હવે ભાગેડુ જાહેર, ઘર પર નોટિસ ચોંટાડાઈ

યુએનએમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર યુએનએમાં મતદાન થતાં આ પ્રસ્તાવની તરફેણમાં ૧ર૦, વિરોધમાં ૧૪ મતો પડ્યા હતાં. અને ભારત સહિત ૪૫ દેશોએ મતદાન કર્યું ન હોતું. બીજી તરફ ગાઝામાં ઈઝરાયલ આર્મીના હૂમલા યથાવત રહ્યા છે.

ઈઝરાયલ-હમાસના યુદ્ધનો આજે રરમો દિવસ છે. આ દરમિયાન શુક્રવારે સતત ત્રીજા દિવસે ઈઝરાયલની આર્મી ટેન્ક સાથે ગાઝાપટ્ટીમાં પ્રવેશી હતી અને હમાસના સ્થાનોને નિશાન બનાવ્યા હતાં. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, પેલેસ્ટિનિયનોએ દાવો કર્યો છે કે આ દરમિયાન ઈઝરાયલના સૈનિકોએ હમાસના આતંકવાદીઓનું એન્કાઉન્ટર પણ કર્યું હતું. હમાસે એમ પણ કહ્યું હતું કે ઈઝરાયલી સૈનિકોએ ગાઝાના બીત હનુન અને બુરીજ વિસ્તારો પર હુમલો કર્યો હતો. ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેઓ ગાઝામાં જમીની હુમલાઓ વધારી રહ્યા છે. હવાઈ હુમલા દરમિયાન પણ હમાસના અંડરગ્રાઉન્ડ ઠેકાણાંને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હુમલાને કારણે ગાઝા વિસ્તારમાં સંદેશવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

અહેવાલો મુજબ મોડી રાત્રે બ વાગ્યે (ભારતીય સમય મુજબ) સંયુકત રાષ્ટ્રની જનરલ એસેમ્બ્લીમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધને રોકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં ૧ર૦ વોટ પડ્યા હતાં. જ્યારે ૧૪ દેશે વિરોધમાં મતદાન કર્યું. ભારત સહિત ૪પ દેશે મતદાન કર્યું નથી. ઈઝરાયેલે પણ આ ઠરાવની વિરૃદ્ધમાં મતદાન કર્યું હતું.

ન્યૂયોર્કમાં આયોજીત યુએનની બેઠકમાં ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડાને કહ્યું હતું કે અમે હમાસને આવા અત્યાચારો કરવાની મંજુરી આપીને બેસીશું નહીં. ઈઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે અને આ અધિકારનો અહેસાસએ સુનિશ્ચિત કરવાનો છે કે આ પ્રકારના અત્યાચાર ફરી કયારેય થાય નહીં અને એવું ત્યારે જ થશે જ્યારે હમાસનો સંપૂર્ણ રીતે ખાત્મો થઈ જાય.

ઈઝરાયલની પીએમ નેતન્યાહૂએ આ ગ્રાફિકલ વીડિયો શેર કર્યો છે એ બતાવે છે કે હમાસ હોસ્પિટલ બિલ્ડીંગની નીચેથી કેવી રીતે કામ કરે છે. ઈઝરાયલે કહ્યું -અલ-શિફા હોસ્પિટલ હેઠળ હમાસનો મુખ્ય આધાર આ દરમિયાન સૈન્યને ટાંકીને ઈઝરાયલ મીડિયા સીએએનએ કહ્યું હતું કે હમાસની કેદમાં ર૦૦ થી વધુ બંધકો છે, જેમાંથી ૩૦ બાળક છે. ર૦ લોકોની ઉંમર ૬૦ વર્ષથી વધુની છે.

અલ-જઝીરા અનુસાર, કતારની મધ્યસ્થી હેઠળ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલી કરાર પર વાટાઘાટો ચાલી રહી છે. આ પહેલા ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાને ર૬ ઓકટોબરે ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીમાં કહ્યું હતું. અમાસ બંધકોને મુકત કરવા માટે તૈયાર છે, પરંતુ ત્યારે સમગ્ર વિશ્વને ઈઝરાયલની જેલમાં બંધ ૬ હજાર પેલેસ્ટિનિયનોને છોડાવવા સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું – હમાસે અમને કહ્યું છે કે તે બંધક બનાવવામાં આવેલ નાગરિકોને છોડવા તૈયાર છે. કતાર અને તુર્કીની સાથે ઈરાન આ માનવતાવાદી કાર્યમાં પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

ઈજિપ્તના અલ કૈરો ન્યૂઝ અનુસાર, ઈજિપ્તની સરહદ નજીક ઈજિપ્તની રેડ સી રિસોર્ટ શહેરના તાબામાં એક તબીબી સુવિધા નજીક એક મિસાઈલ પડી, જેમાં છ લોકો ઘાયલ થયા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મિસાઈલ યુદ્ધ સંબંધિત હતી કે પછી એ કોઈ ખોટા પરીક્ષણને કારણે થઈ હતી.

ઈઝરાયલ યુદ્ધમાં સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે. હકીકતમાં હમાસ ટનલથી હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલી સેનાની અહીં પ્રવેશી નથી. આવી સ્થિતિમાં ઈઝરાયલ આ હુમલાઓથી બચવા માટે સ્પોન્જ બોમ્બ બનાવી રહ્યું છે. વિસ્ફોટ થયા પછી ફીણથી બનેલો આ બોમ્બ મોટા વિસ્તારમાં ફેલાય છે.

ધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ ઈઝરાયલ કેમિકલ ગ્રેનેડનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. આમાં કોઈ વિસ્ફોટક નથી, પરંતુ એનો ઉપયોગ ટનલના પ્રવેશદ્વાર અથવા કોઈપણ પ્રકારના ગેપને બંધ કરવા માટે થાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0