મોંઘવારીનો વધુ એક માર, કોમર્શિયલ ગેસનો બાટલો સાત રૂપિયા મોંઘો થયો

HomeCountryNews

મોંઘવારીનો વધુ એક માર, કોમર્શિયલ ગેસનો બાટલો સાત રૂપિયા મોંઘો થયો

દેશમાં એક તરફ મોંઘવારી વધી રહી છે અને શાકભાજીના ભાવો વધ્યા છે, ત્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી સાત રૃપિયાનો ભાવ વધારો ઝીંકાતા ભોજનની થ

ઈન્કમ ટેક્સમાં મોટો ફેરફાર, કર્મચારીઓની ટેક હોમ સેલરીમાં વધારો થશે
ગાઝા હોસ્પિટલમાં વિસ્ફોટ 500 થી વધુ માર્યા ગયા; હમાસે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો
સુરત: વોર્ડ નંબર-20ની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેશ રાણાનો 6493 વોટથી વિજય, AAPની ડિપોઝીટ ડૂલ

દેશમાં એક તરફ મોંઘવારી વધી રહી છે અને શાકભાજીના ભાવો વધ્યા છે, ત્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી સાત રૃપિયાનો ભાવ વધારો ઝીંકાતા ભોજનની થાળી મોંઘી થશે, જો કે ઘરેલુ ગેસના બાટલામાં કોઈ ફેરફાર કરાયો નથી.

દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ટમેટા અને કેટલાક શાકભાજીના ભાવો વધ્યા છે, ત્યારે હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીએ આજે સવારે કોમર્શિયલ એલપીજીની કિંમતમાં વધારો કર્યો હતો, જો કે રાહતના સમાચાર છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ આજે સવારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો અપડેટ કરી છે અને મીડિયા એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર ૭ રૃપિયાનો વધારો કર્યો છે. જેના કારણે દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેંચાણ કિંમત ૧,૭૭૩ રૃપિયાથી વધીને ૧,૭૮૦ રૃપિયા પ્રતિસિલિન્ડર થઈ ગઈ છે, જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

છેલ્લા ચાર મહિનાથી સતત ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી હતી, પરંતુ આજથી ભાવમાં નજીવો વધારો થયો છે. ૧ માર્ચ, ર૦ર૩ ના સિલિન્ડરની કિંમત ર૧૧૯.પ૦ રૃપિયા હતી, તે પછી એપ્રિલમાં ઘટીને ર૦ર૮ રૃપિયા, મે માં ૧૮પ૬.પ૦ રૃપિયા અને ૧ જૂને ૧૭૭૩ રૃપિયા થઈ હતી. હવે ચાર મહિના પછી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૃા. ૭ નો વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ એપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને વધારો થઈ રહ્યો છે. તે જ સમયે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં છેલ્લો વધારો ૧ માર્ચ, ર૦ર૩ ના પ૦ રૃપિયાનો જોવા મળ્યો હતો. ત્યારથી તેની કિંમતો સ્થિર રહી છે.

નવીનત્તમ સંશોધનમાં પણ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશના ચારેય મહાનગરોમાં કિંમતો યથાવત્ છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0