મુંબઈમાં શરદ પવારે અજીત પવારને હાંકી કાઢ્યા તો અજીત પવારે હવે નવી ટીમ બનાવી છે. બન્ને નેતાઓ અસલ એનસીપી પોતાની હોવાનો દાવો કરી રહ્યા છે અને વિવિ
મુંબઈમાં શરદ પવારે અજીત પવારને હાંકી કાઢ્યા તો અજીત પવારે હવે નવી ટીમ બનાવી છે. બન્ને નેતાઓ અસલ એનસીપી પોતાની હોવાનો દાવો કરી રહ્યા છે અને વિવિધ હોદ્દાઓ પર નવી નિયુક્તિઓ કરી રહ્યા છે, તેથી હવે એનસીપીના બે ફાડિયા થઈ ગયા છે અને રાજનીતિ વધુ ઘેરી બની રહી હોય તેમ જણાય છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાની જેમ એનસીપીના પણ બે ફાડિયા થઈ ગયા છે. એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતાની નવી પાર્ટી અને ટીમ બનાવી છે. આજે તેઓ બપોરે નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
બીજી તરફ શરદ પવારે પણ આજે બપોરે બોલાવેલી બેઠકમાં પહોંચ્યા હોવાના અહેવાલ છે.
એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવેલા પ્રફુલ પટેલનો દાવો છે કે પ૩ માંથી પ૧ ધારાસભ્યોએ શરદ પવારને કહ્યું હતું કે એમવીએ સરકાર પડ્યા પછી ભાજપ સાથે હાથ મિલાવવા ઈચ્છતા હતાં. જયંત પાટીલ પણ તેમાંના એક હતાં.
શરદ પવારે સોમવારે રાત્રે વકીલો સાથે બેઠક કરી હતી તેમ એનસીપી બળવાખોરોનો મુદ્દો કોર્ટમાં લઈ જઈ શકે છે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
અજિત પવારે સાંસદ સુનિલ તટકરેને પ્રદેશ અધ્યક્ષ અને અનિલ પાટીલને વ્હિપ બનાવ્યા છે. અજિત અને ૯ ધારાસભ્યોના શપથગ્રહણના બીજા દિવસે સોમવારે એનસીપી ચીફ શરદ પવારે અજિત પવાર અને ૯ ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતાં. આ કાર્યક્રમમાં હાજર રહેલા સાંસદ પ્રફુલ પટેલ અને શિવાજીરાવ ગજૈ, વિજય દેશમુખ અને નરેન્દ્ર રાણેને પણ પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતાં.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ-કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે, એનસીપી પાસે પ૩ ધારાસભ્ય હતાં. જો ૩૭ થી વધુ ધારાસભ્યો અજિત પવારની સાથે જાય છે તો પક્ષપલટા કાયદાથી બચી શકે છે. જો એ ૩પ કરતા ઓછા હોય તો સસ્પેન્શન નિશ્ચિત છે. શિવસેનાના સમયમાં જે થયું એ થશે, પણ આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.
COMMENTS