ઉકાઈ ડેમની સપાટી પહોંચી 321 ફૂટ પર, ઈનફ્લો બે લાખ ક્યુસેક પર પહોંચ્યો, શ્રીકાર વરસાદની આશા

HomeGujarat

ઉકાઈ ડેમની સપાટી પહોંચી 321 ફૂટ પર, ઈનફ્લો બે લાખ ક્યુસેક પર પહોંચ્યો, શ્રીકાર વરસાદની આશા

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં ધીમી ગતિએ વધારો નોંધાઈ ર

યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોતઃ ગાઝીપુરમાં દફનવિધિ
નીતા અંબાણીએ રાજીનામું આપ્યું, ઈશા, આકાશ, અનંત રિલાયન્સ બોર્ડમાં જોડાશે
“વિપક્ષ છેલ્લા બોલે સિક્સર મારવા માંગે છે”: PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવને ‘અવિશ્વાસ’થી ભરેલો ગણાવ્યો

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં ધીમી ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પ્રમાણે  ઉકાઈ ડેમની હાલ સપાટી 321.04 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે છે. જ્યારે ડેમમાં પાણીની આવક 203473.00 છે.

ડેમના ઉપરવાસમાં તેમજ સ્થાનિક વરસાદને લઈ ચાલુ સિઝનમાં ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો નથી. ડેમના કેચમેન્ટ એરિયામાં જોઈએ તેવો વરસાદ અત્યાર સુધી નોંધાયો નથી. ગયા વર્ષે આ સમયગાળામાં ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો. આવનાર દિવસોમાં ડેમનાં ઉપરવાસમાં સારો વરસાદ થશે તેવી આશા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી ઉકાઈ ડેમમાં પૂરતા પ્રમાણમા પાણીની આવક થતી નથી ચાલુ વર્ષે પણ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો આવક શરૂ થઈ ન હતી. જોકે હાલ ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરૂ થયો છે. જેને લઈ ડેમમાં પાણીની સારી આવક શરૂ થઈ છે. સુરતમાં પાછલા 36 ક્લાકથી મેઘરાજાની અવિરત બેટીંગ ચાલી રહી છે. ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટ છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0