ગુજરાતમં છેલ્લા ત્રણ વર્ષમાં પીએમએવાય (યુ) અંતર્ગત ૪,૯૩,૧૩૬ પાકા ઘર બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય રાજયમંત્રીએ રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને
ગુજરાતમં છેલ્લા ત્રણ વર્ષમાં પીએમએવાય (યુ) અંતર્ગત ૪,૯૩,૧૩૬ પાકા ઘર બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય રાજયમંત્રીએ રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર આપતા વિગતવાર માહિતી આપી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી પી-એમએવાય (યુ) હાઉસિંગ ફોર ઓલ મિશન અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૪,૯૩,૧૩૬ પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન ૨૫, ૨૦૧૫થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે રૃા. ૨૩૯૮.૪૪ કરોડની કેન્દ્રિય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, દેશના ૨૮ રાજ્યો અને ૦૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ રૃા. ૪૭,૩૩૨ ની કેન્દ્રિય સહાયના ઉપયોગ સાથે ના.વ.૨૦૨૦-૨૧થી કુલ ૩૯,૬૩,૨૩૨ પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. કેન્દ્રિય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે આ માહિતી જુલાઈ ૨૪, ૨૦૨૩ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી.
કેન્દ્ર સરકારની આ યોજનામાં ત્રણ કેન્દ્ર પ્રાયોજિત ઘટક (સીએસએસ) રહેલા છે જેમકે, લાભાર્થી આધારિત વ્યક્તિગત ઘર નિર્માણ અથવા વધારો (બીએસી), ભાગીદારીમાં કિફાયતી આવાસ (એએચપી) અને સ્વ-સ્થળ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના (આઈએસએસઆર), અને એક કેન્દ્ર ક્ષેત્ર ઘટક (સીએસ) ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના. આ યોજનાના કેન્દ્ર પ્રાયોજિત ઘટક (સીએસએસ) માં વાર્ષિક રૃા. ૩ લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા આર્થિક રીતે પછાત (ઈડબલ્યુએસ)ના લાભાર્થીઓ, જ્યારે કેન્દ્ર ક્ષેત્ર ઘટક (સીએસ) માં વાર્ષિક રૃા. ૧૮ લાખની આવક ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.

સાંસદ પરિમલ નથવાણી આવાસ યોજના શહેરી પીએમએવાય (યુ) યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં બાંધવામાં આવેલા પાકા ઘરોની સંખ્યા તથા રાજ્ય સરકારોએ આ યોજના હેઠળ આપવામાં આવેલી કેટલી કેન્દ્રિય સહાયનો ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માંગતા હતા.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર, પીએમએવાય-યુ હેઠળ, આશરે રૂ. ૨ લાખ કરોડની કેન્દ્રિય સહાસ સાથે ૧૧૮.૯૦ લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ૧૧૨.૨૨ લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, જેમાંથી ૧૦.૦૭.૨૦૨૩ની સ્થિતિએ ૭૫.૩૧ લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે અથવા તો સોંપી દેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત આજની તારીખ સુધીમાં કુલ રૃા. ૧.૪૭ લાખ કરોડની કેન્દ્રિય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે. સીએલએસએસને બાદ કરતાં, પીએમએવાય-યુ નો અમલીકરણ ગાળો અગાઉ ૩૧.૦૩.૨૦૨૨ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જે હવે ફંડિંગની પેટર્ન કે અમલીકરણની પદ્ધતિમાં બદલાવ વગર ૩૧.૧૨.૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યો છે, જેમાં આ યોજનાના સમયગાળા અર્થાત્ ૩૧.૦૩.૨૦૨૨ સુધીમાં મંજૂરી પામેલા તમામ ઘરોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.


COMMENTS