સુરતની ખ્યાતિ પ્રાપ્ત શાળા નામે એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં મેનેજિંગ કમિટીના મેમ્બરે રાજીનામું આપ્યા બાદ તેમના સ્થાને કોને લેવામાં આવશે તે અંગે ગરમાગરમ
સુરતની ખ્યાતિ પ્રાપ્ત શાળા નામે એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં મેનેજિંગ કમિટીના મેમ્બરે રાજીનામું આપ્યા બાદ તેમના સ્થાને કોને લેવામાં આવશે તે અંગે ગરમાગરમ ચર્ચા અને અટકળો ચાલી રહી છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના મેનેજિંગ કંમિટીના સભ્ય અસલમ પઠાણ(અસલમ મોબાઈલ) કોઈક કારણોસર રાજીનામું આપી દીધું છે. આજે આ વાતને અઠવાડિયું વીતી ગયું છે પરંતુ અસલમ મોબાઈવાળાના સ્થાને કોને લેવા તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે.
કો-ઓપ્ટ મેમ્બર તરીકે કેટલાક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે જેમાં પહેલું નામ કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાના ભાઈ અહેમદ સાયકલવાલાનું ચાલે છે. અહેમદ સાયકલવાલા અગાઉમી ટર્મમા મેનેજિંગ કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. બીજું નામ હાલના પ્રમુખ નસીમ કાદરીના ભાઈ મોઈનુદ્દીન કાદરીનું ચાલે છે જ્યાર ત્રીજા નામમાં સુરતના પત્રકાર જગતમાં સન્માનીય એવા મર્હુમ ઝહીરુદ્દીન બુખારીના ભાણેજ સઈદ સૈયદનું નામ ચર્ચામાં છે. હવે જોવાનું એ રહે છે કે ફારુક પટેલ(ફારુક કેપી) કોના નામ પર મંજુરીની મહોર મારે છે.
COMMENTS