હિમાચલમાં હિમવર્ષા અને ભૂસ્ખલનથી ધોરી માર્ગો બંધઃ ૩૦૦ ટુરીસ્ટો ફસાયા

HomeCountry

હિમાચલમાં હિમવર્ષા અને ભૂસ્ખલનથી ધોરી માર્ગો બંધઃ ૩૦૦ ટુરીસ્ટો ફસાયા

હિમાચલમાં અટલ ટનલ નજીક એક ફૂટ સુધી હિમવર્ષા થતા ધોરીમાર્ગ સહિત ૧૩૦ રોડ બંધ થઈ જતા અટલ ટનલ પાસે ૩૦૦ ટુરીસ્ટો ફસાયા છે. મનાલીમાં હિમવર્ષાના કારણે નેહરૂ

PM મોદી ડિગ્રી કેસ: કેજરીવાલ અમદવાદ મેટ્રો કોર્ટ સમક્ષ હાજર ન થયા, આ છે કારણ
વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો: ઈન્ડિયા ગઠબંધને NDAને પછાડ્યું, 13 માંથી 10 બેઠકો જીતી, ભાજપને મોટું નુકશાન
“આરોપી કેવી રીતે માફી માટે લાયક બન્યા”: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ, આગામી સુનાવણી 20 સપ્ટેમ્બરે

હિમાચલમાં અટલ ટનલ નજીક એક ફૂટ સુધી હિમવર્ષા થતા ધોરીમાર્ગ સહિત ૧૩૦ રોડ બંધ થઈ જતા અટલ ટનલ પાસે ૩૦૦ ટુરીસ્ટો ફસાયા છે. મનાલીમાં હિમવર્ષાના કારણે નેહરૂ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ચંબા સહિત રાજયભરમાં ૩૮૮ વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.

હિમાચાલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજયમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૧૩૦ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફના થર જામી ગયા છે. જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. તો અહલ ટનલમાં ૩૦૦ જેટલા ટુરિસ્ટ ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે કિન્નૌર જિલ્લાના નાથપા પાસે ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલન થવાના કારણે સિમલા-રામપુર-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-પ બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક નવું બુલેટિન બહાર પાડ્યું છે. જેમાં આ માહિતી આપવામાં આવી છે.

હિમવર્ષાના પગલે અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા છે. મનાલીમાં હિમવર્ષાના કારણે નેહરૂ કુંડથી આગળ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુલાબા, પલચન સોલંગવેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ હિમવર્ષા થઈ છે. મનાલી શહેરમાં ગઈકાલે રાત્રે પણ હિમવર્ષા થઈ હતી જે આજે સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર લાહૌલ સ્પીતિમાં ગત રાત્રિથી ભારે હિમવર્ષા થવાના કારણે રાજયના મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. લાહૌલ સબડિવિઝનમાં ૭૧ અને ઉદયપુર ડિવિઝનમાં ૪૮ રસ્તાઓ બંધ કરાયા છે.

આ ઉપરાંત દારચા લેહ મનાલી હાઈવે, સરચુ હાઈવે, કાઝા ગ્રાન ફલોસર હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. લાહૌલમાં હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અટલ ટનલ નજીક છેલ્લા ર૪ કલાકમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીં અત્યાર સુધીમં લગભગ એક ફૂટ સુધી બરફ પડ્યો છે. ફુલ્લુ પોલીસે આ જાણકારી આપી છે. અહીં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. તેવી જ રીતે વીજ સેવાને પણ અસર થઈ છે અને ચંબા સહિત રાજયભરમાં ૩૮૮ વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0