વડોદરા બોડ દુર્ઘટનાની ઈફેક્ટ:ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 16 બોટના લાયસન્સ ટેમ્પરરી રદ

HomeGujarat

વડોદરા બોડ દુર્ઘટનાની ઈફેક્ટ:ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 16 બોટના લાયસન્સ ટેમ્પરરી રદ

તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં પિકનિક ટૂર પર આવેલા શાળાના બાળકોએ જાન ગુમાવ્યા બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા વિવિધ જગ્યા અને શહેરોમાં ચાલતા બોટીંગ અં

ગુજરાત વિધાનસભા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું, આ મુદ્દે વિવાદ સર્જાયો
સોશિયલ મીડિયાનો સુખદ અનુભવ: લિંક્ડઈન દ્વારા પદંર વર્ષ બાદ મહિલા પોતાની બાળપણની સખીને મળી શકી
RSSમાં બળવો?:RSS ના પૂર્વ પ્રચારક હોવાનો દાવો કરનારા આ નેતાઓએ કેમ નવી પાર્ટી બનાવી?

તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં પિકનિક ટૂર પર આવેલા શાળાના બાળકોએ જાન ગુમાવ્યા બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા વિવિધ જગ્યા અને શહેરોમાં ચાલતા બોટીંગ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર વાહકોએ ઓખા-બેટ દ્વારકામાં કાયદાની સોટી ઉગામી છે.

ઓખા-બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં ચાલતી ૧૬ બોટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી અમુક બોટમાં નિયમ વિરૂદ્ધ વધારાના મુસાફરો બેસાડવામાં આવે છે. ઉપાંત બોટ પાર્કિંગ અને લાઈફ જેકેટના નિયમનો પણ ભંગ કરવામાં આવે છે. જે કયારેક જીવલેણ સાબીત થઈ શકે છે.

વહીવટી તંત્રની વારંવારની સૂચના પછી પણ બોટ ચાલકો નિયમ પાલન કરતા નથી. દરમ્યાન જી.એમ.બી. દ્વારા ૧૬ બોટના લાયસન્સ ટેમ્પરરી રદ કરી નાખવામાં આવ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0