સોશિયલ મીડિયા વિશ્વભરના લોકોને જોડે છે અને કેટલીક વખત આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સુખદ પરિણામો પણ સામે આવતા રહ્યા. કેટલીક વખતે ખોવાયેલા પરિવારના સભ્
સોશિયલ મીડિયા વિશ્વભરના લોકોને જોડે છે અને કેટલીક વખત આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સુખદ પરિણામો પણ સામે આવતા રહ્યા. કેટલીક વખતે ખોવાયેલા પરિવારના સભ્યો અને મિત્રોને શોધવા માંગતા લોકો માટે આશાનું કિરણ પણ બની ગયું છે. તાજેતરની ઘટનામાં મહિલાનું તેની બાળપણની સખી સાથે મેળાપ કરવાનું નિમિત્ત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન બન્યું છે.
મહિલાનું બાળપણની સખી સાથે મેળાપ થવાનું સપનું લિંક્ડઈન દ્વારા સાકાર થયું. બાદમાં મહિલાએ X (અગાઉ ટ્વિટર) પર હૃદોયસ્પર્શી ઘટના વિશે વાત કરી છે.
વેદિકા તરીકે ઓળખાતી મહિલાએ 15 વર્ષ પછી તેની બાળપણની સખી સાથે પુનઃમિલન કરવામાં મદદ કરવામાં લિંક્ડઈનની ભૂમિકા વિશે વાત કરવા માટે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર ગઈ. તેણે કહ્યું કે બાળપણની યાદોએ પોતાની સખીને શોધવાનો ઉત્સાહ ઉભો કર્યો હતો.
લિંક્ડઈનનો સ્ક્રીનશૉટ શેર કરતા મહિલાએ લખ્યું કે લિંક્ડઈન એ પંદર વર્ષ પછી મને મારી બાળપણની સૌથી સારી મિત્ર સાથે રીતે ફરીથી મિલન કરાવ્યું. બળપણની સખી સાથે મિલન કરાવવા બદલ લિંક્ડઈનનો આભાર માનતા વેદિકાએ મહિલાને પૂછ્યું કે શું તે તેની બાળપણની મિત્ર છે. સખી હોવાની ખરાઈ કરવા માટે વેદિકાએ એક ફોટોગ્રાફ પણ શેર કર્યો. ફોટોગ્રાફમાં વર્ગખંડની અંદર શાળાના ગણવેશમાં બે નાની છોકરીઓ દર્શાવવામાં આવી હતી.
સામેથી ફોટો જોઈને વેદિકાની બાળપણની સખી બર્નાલીએ તરત જ તસવીર પરથી પોતાની ઓળખ આપી અને પૂછ્યું કે શું હું નાનપણથી વેદિકા સાથે વાત કરી રહી છું. વેદિકાએ હકારમાં ઉત્તર આપ્યો. બન્ને સખીઓનું મિલન થયું અને ત્યાર બાદ બન્ને યુગો પછી એકબીજા સાથે જોડાઈ શક્યા હોવાનો આનંદ માણતા થઈ ગયા.
COMMENTS