મુખ્યમંત્રી કાર્યાલયનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપનાર શખ્સની ધરપકડ

HomeGujarat

મુખ્યમંત્રી કાર્યાલયનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપનાર શખ્સની ધરપકડ

મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારી હોવાનું જણાવી એક શખ્સે ગયા ગુરૃવારે રાત્રે જિલ્લા પોલીસવડાના મોબાઈલમાં વોટ્સએપ કોલ કરી ભલામણ કરી હતી. આ કોલ અંગે તપાસ

વક્ફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણીમાં વડોદરાના એડ્વોકેટ તૌફીક વોરાનો ભવ્ય વિજય
ભરતપુર અકસ્માતઃ નેશનલ હાઈવે પર મોતનો તાંડવ,ભાવનગરથી આગ્રા જઈ રહેલા 12 લોકોનાં મોત
અમદાવાદ: ફ્લાયઓવર પર ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, મુખ્યમંત્રીએ એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારી હોવાનું જણાવી એક શખ્સે ગયા ગુરૃવારે રાત્રે જિલ્લા પોલીસવડાના મોબાઈલમાં વોટ્સએપ કોલ કરી ભલામણ કરી હતી. આ કોલ અંગે તપાસ કરાતા તે કોલ એક શખ્સે પોતે મુખ્યમંત્રી કચેરીનો કર્મચારી ન હોવા છતા કર્યાે હોવાનું ખૂલ્યું છે. આ શખ્સને એલસીબીએ અમદાવાદમાંથી ઉપાડી લીધો છે.

જામનગરની એલસીબી કચેરીમાં ગયા ગુરૃવારે રાત્રે સાડા આઠેક વાગ્યે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સરપ્રાઈઝ મિટીંગ યોજવામાં આવી હતી. આ વેળાએ એસપીના સરકારી મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો.

તે કોલ એસપીની સૂચનાથી એલસીબીના એએસઆઈ ભરતભાઈ પટેલે રિસિવ કર્યાે હતો. જેમાં સામા છેડે રહેલા વ્યક્તિએ પોતાનું નામ નિકુંજ પટેલ હોવાનું જણાવી પોતે અમદાવાદના ઘાટલોડીયા સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બોલતા હોવાનું અને પોતે સરકારી ઓફિસર હોવાનું કહી તાજેતરમાં ઝડપાયેલા આમીર અસલમ ગરાણાને છોડી મુકવા અને અત્યારે તેની સાથે વાત કરાવો તેમ કહેતા આ કોલ અંગે તપાસ શરૃ કરાઈ હતી.

ગયા સપ્તાહે જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે ચિટીંગના એક ગુન્હામાં સંડોવાયેલા આમીર અસલમ ગરાણાને સુરતમાંથી પકડી પાડ્યો હતો. તેની સામે ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડી આચરવાના સંખ્યાબંધ ગુન્હા નોંધાયેલા છે.

આ આરોપીને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે ત્યારે તેને છોડી મુકવા અને વાત કરાવવાની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવી રીતે વાત કરાતા એસપી પ્રેમસુખ ડેલુએ તે કોલ અંગે તપાસ કરવા સૂચના આપી હતી. જેના પગલે એલસીબી તથા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ આરંભતા નિકુંજ પટેલ નામનો કોઈ શખ્સ મુખ્યમંત્રી કાર્યાલયમાં નોકરી ન કરતો હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી હતી.

આ બાબતે એએસઆઈ ભરતભાઈએ ખુદ ફરિયાદી બની સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિકુંજ પટેલ નામના શખ્સ સામે આઈપીસી ૧૭૦ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે પછી આ શખ્સના સગડ મળી આવતા એલસીબીની ટીમ અમદાવાદ ધસી ગઈ હતી જ્યાંથી ગોટા વિસ્તારની શિવ પાર્ક સોસાયટીમાંથી નિકુંજ અરવિંદ પટેલ નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. મૂળ પાટણ જિલ્લાના આ શખ્સે પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાં નોકરી ન કરતો હોવા છતાં અને આરોપી આમીર અસલમ પોતાનો મિત્ર હોવાથી તેને છોડાવવા આ ફોન કર્યાની કબૂલાત કરી છે. આ શખ્સ સામે આવી જ રીતે ગાંધીનગર, કડી તથા મહેસાણામાં પણ ફોન કરી ભલામણ કરવા અંગેનો ગુન્હો નોંધાયેલો છે. આ શખ્સની વિશિષ્ટ ઢબે પૂછપરછ ચલાવાઈ રહી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0