શિમલામાં ભૂસ્ખલન થતાં શિવ મંદિર દટાયુંઃ નવનાં મોતઃ સોલનમાં વાદળ ફાટતા સાતનાં મોત

HomeCountry

શિમલામાં ભૂસ્ખલન થતાં શિવ મંદિર દટાયુંઃ નવનાં મોતઃ સોલનમાં વાદળ ફાટતા સાતનાં મોત

ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા શિમલાનું શિવ મંદિર દટાતા ૯ ના મૃત્યુ થયા છે, જ્યારે સોલનમાં વાદળ ફાટતા ૭ ના મૃત્યુ થયા છે. મંદિરના કાટમાળમાં પ૦ લોકો ફ

ગુજરાતમાં પ્રથમવાર થશે ફિલ્મફેર એવોર્ડનું આયોજન,ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે ગુજરાતને પ્રમોટ કરાશે
નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો, પાકિસ્તાની અરશદને પણ પાછળ છોડી દીધો
દિવા તળે અંધારું: ગાંધીનગરમાં વક્ફ બોર્ડની ઓફિસ નજીક કાર્યરત બયતુલ માલ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરિતીઓ, વહીવટદાર નિમાયા, ફેરફાર રિપોર્ટ નામંજુર, તપાસના આદેશ

ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા શિમલાનું શિવ મંદિર દટાતા ૯ ના મૃત્યુ થયા છે, જ્યારે સોલનમાં વાદળ ફાટતા ૭ ના મૃત્યુ થયા છે. મંદિરના કાટમાળમાં પ૦ લોકો ફસાયા છે, જેનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે. અનેક દુકાનો, મકાનો, સંકુલો ધરાશાયી અથવા ક્ષતિગ્રસ્ત થયા છે. સમગ્ર હિમાચલમાં હાહાકાર મચ્યો છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ મેઘાએ તાંડવ મચાવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે તબાહી મચી ગ છે. પપ કલાકથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે ખાસ કરીને બિયાસ, પોંગ ડેમ, રણજિત સાગર અને સતલજ નદીના કેચમેન્ટ વિસ્તારોભાં ભારે તારાજીની ચેતવણી આપવામાં આવી છે. તેવી જ રીતે આવતીકાલ સુધી ૯ જિલ્લામાં પૂરની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું. શિવ મંદિર ભૂસ્લખનની ચપેટમાં આવી ગયું. અધુરામાં પૂરૃં આજે ઉત્તર ભારતમાં સોમવાર હોવાથી મોટી સંખ્યામાં પૂજા કરવા આવેલા લગભગ પ૦ લોકો કાટમાળ નીચે દટાયા હતાં. ૭ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે અન્ય શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટના શિમલાના સમરહિલ વિસ્તારમાં બની હતી. અહીં શિવ મંદિર પર ભૂસ્ખલન થયું. જેના કારણે લગભગ પ૦ લોકો કાટમાળ નીચે દટાયા હતાં. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. બંદાલ નદીના જોરદાર પ્રવાહમાં કોલેજનું બિલ્ડીંગ ધોવાઈ ગયું હતું.

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત ચોમાસાના વરસાદથી પહાડી રાજ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જેમાં અત્યાર સુધીમાં ૬૦ લોકોના મોત થયા છે. આ સાથે ઓછામાં ઓછા ૧૭ લોકો ગુમ છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

માહિતી અનુસાર ટિહરીના કુંજપુરી બગડધાર નજીક ભૂસ્ખલનને કારણે ઋષિકેશ-ચંબા નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. જ્યારે ઋષિકેશ-દેવપ્રયાગ-શ્રીનગર નેશનલ હાઈવે પર સખણીધરમાં ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે લગભગ ૧,૧૬૯ મકાનો અને મોટી માત્રામાં ખેતીની જમીનને પણ નુકસાન થયું છે.

છેલ્લા બે દિવસમાં ૩૦ થી વધુ મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે અને ૧૮૦ મકાનોને આંશિક નુકસાન થયું છે. આ દરમિયાન લગભગ ૧૪૦ ગૌશાળાઓ, દુકાનો અને ઘાટને પણ નુકસાન થયું છે. મંડી જિલ્લાની બલ્હ ખીણમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બિયાસ નદીમાં પૂર આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણાં પ્રવાસીઓ ફસાયેલા છે.

દેહરાદૂન અને ચંપાવતમાં તંત્રએ ભારે વરસાદ અને પૂરને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પૂરને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે જિલ્લા મેજીસ્ટ્રેટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ને હાઈ એલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0