તાજેતરમાં જ જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ગોળીબારની ઘટનામાં હવે વધુ એક મોટો ખુલાસો થયો છે જેને જાણીને તમે ચોંકી જશો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના
તાજેતરમાં જ જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ગોળીબારની ઘટનામાં હવે વધુ એક મોટો ખુલાસો થયો છે જેને જાણીને તમે ચોંકી જશો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરીએ ટ્રેનમાં 4 લોકોની હત્યા કરી હતી અને બુરખો પહેરેલી મહિલા મુસાફરને બંદૂકની અણી પર ‘જય માતા દી’ બોલવા માટે દબાણ કર્યું હતું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પોલીસે મહિલાની ઓળખ કરી લીધી છે અને તેને મુખ્ય સાક્ષી પણ બનાવી છે. મહિલાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
તપાસમાં શું બહાર આવ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોરીવલીની સરકારી રેલવે પોલીસ (GRP) સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર ઘટના ટ્રેનમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે. આરોપી ચેતને B3 કોચમાં બુરખા પહેરેલી મહિલા પર બંદૂક તાણી હતી અને તેને ‘જય માતા દી’ બોલવાનું કહ્યું અને બાદમાં આરોપીએ પોતે જ તેને મોટેથી ‘જય માતા દી’ બોલવાનું કહ્યું હતું
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
રિપોર્ટ અનુસાર ચેતને પહેલા ટીકારામ મીનાને B5 કોચમાં ગોળી મારી અને પછી ભાનપુરાવાલાની હત્યા કરી. ત્યાર બાદ તેણે B2માં બેઠેલા સૈફુદ્દીનને ગોળી મારી હતી અને અંતે શેખને S6 કોચમાં ગોળી મારી હતી. આ દરમિયાન ચેતને બી3 કોચમાં મહિલાને નિશાન બનાવી હતી. મહિલાએ ચેતનની બંદૂક છીનવી લીધી અને પૂછ્યું કે તમે કોણ છો? જેના પર ચેતને કહ્યું કે જો તે બંદૂકને અડશે તો ગોળી મારી દેશે.
હકીકતમાં, 31 જુલાઈની સવારે ચેતને જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં 4 લોકોની હત્યા કરી હતી. ઘટના બાદ સામે આવેલા એક વીડિયોમાં ચેતન કહેતો જોવા મળે છે કે, પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું છે અને મીડિયા આ જ બતાવી રહ્યું છે. બધા જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે… જો તમારે વોટ કરવો હોય તો, જો તમારે ભારતમાં વોટ કરવો હોય તો, જો તમારે ભારતમાં રહેવું હોય તો હું કહું છું કે મોદી અને યોગી આ બે જ છે.” હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ચેતન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
તમને જણાવી દઈએ કે મુસાફરોના વીડિયો અને વર્ણનના આધારે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 302 (હત્યા), એક કેસ 363 (અપહરણ), 341, 342 (ખોટી રીતે કેદ), આર્મ્સ એક્ટ અને રેલવે એક્ટ હેઠળ નોંધાયેલા છે.
COMMENTS