hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

‘બિપરજોય’ વાવાઝોડાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયુંઃ જામનગરનાં યુવાનનો ભોગ

HomeGujarat

‘બિપરજોય’ વાવાઝોડાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયુંઃ જામનગરનાં યુવાનનો ભોગ

જામનગર તથા દ્વારકા જિલ્લામાં ગયા ગુરૃવાર તથા શુક્રવારે બિપરજોય વાવાઝોડાની અસરના પગલે પવન તથા વરસાદ પડ્યો હતો. જેમાં જામનગર તાલુકાના ગાગવા ગામના એક યુ

અંકલેશ્વરનાં કાપોદ્રામાં વકફની જમીન બારોબાર વેચી નાંખનારા ટ્રસ્ટીને લપડાક, વક્ફ બોર્ડે ફટકાર્યો પંદર લાખનો દંડ, વેચાણ કરાર કેન્સલ
રાજકોટથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને દબોચી લેતી એટીએસ
સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણી, સ્ટેડીંગ કમિટી ચેરમેન બનતા રાજન પટેલ

જામનગર તથા દ્વારકા જિલ્લામાં ગયા ગુરૃવાર તથા શુક્રવારે બિપરજોય વાવાઝોડાની અસરના પગલે પવન તથા વરસાદ પડ્યો હતો. જેમાં જામનગર તાલુકાના ગાગવા ગામના એક યુવાન પર વડનું ઝાડ ઢળી પડ્યું હતુંં. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે. જેના પગલે વાવાઝોડાથી જામનગર જિલ્લામાં એકમાત્ર અપમૃત્યુ નોંધાયું છે. મૃતકના પરિવારને સરકારી સહાય અપાવવા તજવીજ કરાઈ છે.

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગયા સપ્તાહે બિપોરજોય વાવાઝોડુ ત્રાટકવા ની ઉભી થયેલી ભીતિ વચ્ચે વાવાઝોડુ પસાર થઈ ગયું હતું પરંતુ બંને જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો.

જામનગર તાલુકાના સિક્કા નજીકના ગાગવા ગામમાં વસવાટ કરતા ભીમાભાઈ આલાભાઈ કટારીયા નામના એકતાલીસ વર્ષના અનુસૂચિત જાતિના યુવાન ગયા ગુરૃવાર-તા.૧૫ની બપોરે ફૂંકાઈ રહેલા ભારે પવન વચ્ચે પોતાના ઘર નજીકના વાડામાં ગાયોને નિરણ નાખી રહ્યા હતા ત્યારે નજીકમાં આવેલું વડનું ઝાડ અચાનક જ ધસી પડ્યું હતું. તે ઝાડ ભીમાભાઈ પર ત્રાટક્તા તેઓને કમર તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ભીમાભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પ્રવીણભાઈ સામતભાઈ બગડાએ તેની જાણ પોલીસને કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી બનાવથી તંત્રને વાકેફ કરતા વહીવટી તંત્રએ મૃતકના પરિવારને કુદરતી આપત્તિમાં માનવ મૃત્યુ માટે મળતી સહાય અપાવવાની તજવીજ શરૃ કરી છે.

બંને જિલ્લામાં તંત્ર દ્વારા આગમચેતીના પગલાં ભરવામાં આવ્યા હતા તેના કારણે વધુ નુકસાન ટાળી શકાયું હતું અને જાનહાની પણ અટકાવી શકાય હતી. તે પછી વાવાઝોડાના પવનના કારણે થયેલું એક અપમૃત્યુ પોલીસ દફતરે જાહેર થયું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0