ટાઈટન કેપ્સ્યુલ પાણીમાં ગરક, ટાઈટેનિક જોવા ગયેલા પાંચ અબજોપતિઓનાં મોત

HomeWorld

ટાઈટન કેપ્સ્યુલ પાણીમાં ગરક, ટાઈટેનિક જોવા ગયેલા પાંચ અબજોપતિઓનાં મોત

ટાઈટન કેપ્સ્યુલે જળસમાધિ લેતા તેના દ્વારા ટાઈટેનિકનો ભંગાર જોવા દરિયાના પાતાળમાં ગયેલા પાંચ અબજોપતિઓના મોત નિપજ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગાયબ થયેલી આ

મોટો ખુલાસો: ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવાનું અમેરિકન ષડયંત્ર
અફઘાનિસ્તાનમાં પ્રચંડ ભૂકંપથી મોટી માનવ ખુવારી, મૃત્યુઆંક 2400થી વધુ, કાટમાળમાં ફેરવાયા શહેરો
સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન દ્વારા ઘાતક હુમલોઃ 100 થી વધુના મોત: દોઢસોથી વધુને ઈજા

ટાઈટન કેપ્સ્યુલે જળસમાધિ લેતા તેના દ્વારા ટાઈટેનિકનો ભંગાર જોવા દરિયાના પાતાળમાં ગયેલા પાંચ અબજોપતિઓના મોત નિપજ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગાયબ થયેલી આ કેપ્સ્યુલનો કાટમાળ મળી આવ્યા પછી હવે ડૂબવાના કારણોની તપાસ થશે, તેમ જાણવા મળે છે.

ટાઈટેનિક જ્હાજના કાટમાળથી ૧૬૦૦ ફૂટ નીચે ટાઈટન કેપ્સ્યુલનો કાટમાળ મળી આવ્યો છે. ટાઈટેનિકનો કાટમાળ નિહાળવા ગયેલી આ કેપ્સ્યુલ ૪ દિવસ એટલે કે ૧૮ જૂનની સાંજથી ગુમ હતી. કેપ્સ્યુલમાં ાજર તમામ પાંચ લોકોના મોત થયા છે. જેમાં બ્રિટિશ બિઝનેસમે હેમિશ હાર્ડિંગ, ફેન્ચ ડાઈવર પોલ-હેનરી, પાકિસ્તાની-બ્રિટિશ બિઝનેસમેન શહજાદા દાઉદ, તેનો પુત્ર સુલેમાન અને ઓશનગેટ કંપનીના સીઈઓ સ્ટોકટન રશનો સમાવેશ થાય છે. યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ ગુરુવારે આની પુષ્ટિ કરી હતી.

યુએસ કોસ્ટ ગાર્ડના આર એડમિરલ જ્હોન મૌગરે કહ્યું, એટલાન્ટિક મહાસાગરમાં કેપ્સ્યુલના કાટમાળને રિમોટલી ઓપરેટેડ વાહન દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. શક્ય છે કે તેમાં વિસ્ફોટ થયો હોય, જો કે વિસ્ફોટ ક્યારે થયો તે હાલ જણાવવું મુશ્કેલ છે. આ અંગે હજુ પણ ઘણાં પ્રશ્નો છે, જેના જવાબો શોધવાના છે.

યુએસ કોસ્ટગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કાટમાળમાંથી કોઈ મુસાફરના અવશેષો મળ્યા નથી. કેપ્સ્યુલ બનાવનારી કંપની ઓસેનગેટે કહ્યું, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો સાચા સંશોધક હતાં. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે છીએ. કોસ્ટ ગાર્ડના એડમિરલ મૌગરે જણાવ્યું કે રોબોટિક એરક્રાફ્ટ એટલાન્ટિક મહાસાગરમાં કાટમાળ એકત્ર કરવાનું ચાલુ રાખશે. તેના દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જો કે દરિયામાં આટલા ઊંડાણમાં મૃત્યુ પામેલા લોકો વિશે કંઈપણ શોધવું ખૂબ મુશ્કેલ છે.

આ પહેલા બુધવારે કેનેડા તરફથી સર્ચ ઓપરેશનમાં સામેલ એક એરક્રાફ્ટ સોનાર બોયની મદદથી કેટલાક અવાજો સાંભળ્યા હતાં. એનએન અનુસાર તે તે જ સ્થાનની નજીક રેકોર્ડ કરવામાં આવ્યું હતું જ્યાં ટાઈટેનિકનો કાટમાળ સ્થિત છે. અવાજો લગભગ ૩૦ મિનિટના અંતરાલમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતાં. પછી ૪ કલાક પછી સોનારે ફરીથી તેમને શોધી કાઢ્યા હતાં.

રેસ્ક્યુ ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટને કહ્યું, અમને ખબર ન હતી કે લોકો ક્યાં છે. બુધવારે ટાઈટેનિકના કાટમાળ નજીકથી રેકોર્ડ થયેલા અવાજોના આધારે શોધનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. તે અમેરિકાના કનેક્ટિકટ રાજ્ય કરતા બમણા મોટા વિસ્તારમાં મળી આવ્યો હતો. કનેક્ટિકટનું ક્ષેત્રફળ ૧૩,૦ર૩ ચોરસ કિ.મી. છે. ટીમમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશનમાં ૧૦ વધુ જ્હાજો અને કેટલીક કેપ્સ્યુલ પણ શરૃ કરવામાં આવી હતી. આ સિવાય ફ્રાન્સે સમુદ્રમાં પોતાનો અંડરવોટર રોબોટ પણ લોન્ચ કર્યો હતો.

બીબીસીએ અહેવાલ આપ્યો છે કે કેપ્સ્યુલમાં ઓક્સિજનનો અભાવ એકમાત્ર સમસ્યા નથી. પાણીમાં રહીને તેમાં વીજ પુરવઠોબંધ થઈ ગયો હોય તેવી શક્યતા છે. જો આવું થાય, તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વચ્ચે સંતુલન બનાવવું અશક્ય બની જશે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ટાઈટન કેપ્સ્યુલ માત્ર રર ફૂટ લાંબી છે. જેમાં બેસવા માટે સીટ નહોતી.

કેપ્સ્યુલને શોધવા માટે પાણીની અંદરના રોબોટ્સ સાથે યુએસ અને કેનેડાના ૩ સી-૧૩૦ હર્ક્યુલસ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા છે. આ સિવાય એક પી-૮ એરક્રાફ્ટ અને ર કેનેડિયન સરફેસ શીપ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. આ કેપ્સ્યુલમાં બ્રિટનના અબજોપતિ હેમિશ હાર્ડિંગ હાજર છે. જેમણે ચિત્તાને ભારત લાવવામાં મદદ કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0