કર્ણાટકની જેમ અન્ય રાજ્યો તથા કેન્દ્રમાં ભાજપને હરાવીશું: રાહુલ ગાંધી

HomePoliticsNews

કર્ણાટકની જેમ અન્ય રાજ્યો તથા કેન્દ્રમાં ભાજપને હરાવીશું: રાહુલ ગાંધી

કર્ણાટકની જેમ અન્ય રાજ્યો તથા કેન્દ્રમાં ભાજપને હરાવવાનો રણટંકાર રાહુલ ગાંધીએ વિપક્ષોની બેઠક શરૃ થતા પહેલા જ કરી દીધો હતો. આજે પટણામાં વિપક્ષી નેત

ટિ્‌વટરને મોટો ઝટકો, કેન્દ્ર વિરુદ્ધની અરજી ફગાવી 50 લાખનો દંડ ફટકાર્યો
ઉત્તરાખંડમાં ફરી તબાહી: વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, હાઈવે અને રસ્તા ધોવાયા, આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
ઓડિશાના બાલાસોરની ટ્રિપલ ટ્રેન દુર્ઘટના: ફરજમાં બેદરકારી બદલ રેલવેના સાત કર્મચારીઓ સસ્પેન્ડ

કર્ણાટકની જેમ અન્ય રાજ્યો તથા કેન્દ્રમાં ભાજપને હરાવવાનો રણટંકાર રાહુલ ગાંધીએ વિપક્ષોની બેઠક શરૃ થતા પહેલા જ કરી દીધો હતો.

આજે પટણામાં વિપક્ષી નેતાઓની બેઠક શરૃ થતાં પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટકમાં અમે જે રીતે ભાજપને હરાવ્યું છે તેમ અમે એકસાથે મળીને બીજેપીને હરાવવા જઈ રહ્યા છીએ. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. એક કોંગ્રેસની ‘ભારત જોડો’ની વિચારધારા અને બીજી તરફ ભાજપની ‘ભારત તોડો’ની વિચારધારા છે. ભાજપ ભારતને તોડવાનું કામ કરી રહી છે. તે નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી એક થવા અને પ્રેમ ફેલાવવાનું કામ કરી રહી છે. નફરતને નફરતથી હરાવી શકાતી નથી, નફરતને પ્રેમથી જ હરાવી શકાય છે.

અરવિંદ કેજરીવાલની બેઠકમાં બહાર થવાની વાતને લઈને કોંગ્રેસે પણ કડક વલણ દાખવ્યું છે. ખડગેએ સ્પષ્ટ કહ્યુંકે અરવિંદ કેજરીવાલ જાણતા હશે કે વટહુકમનું સમર્થન કે વિરોધ બહાર નહીં સંસદમાં હોય છે, જ્યારે સંસદ શરૃ થશે ત્યારે તમામ પક્ષો સાથે મળીને એજન્ડા નક્કી કરશે તેમ ખડગેએ વધુમાં કહ્યું હતું.