સંવાદદાતા દ્વારા, સુરતબમરોલી વિસ્તારમાં ફાઈનાન્સનો બિઝનેશ ચલાવનાર ભાગીદારને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. તેમની સામે પોણા છ લાખ ખટગાવી જ
સંવાદદાતા દ્વારા, સુરત
બમરોલી વિસ્તારમાં ફાઈનાન્સનો બિઝનેશ ચલાવનાર ભાગીદારને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. તેમની સામે પોણા છ લાખ ખટગાવી જવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો હતો.

વિગતો અનુસાર અઠવાગેટસ્થિત ચંદ્રદીપ સોસાયટીમાં રહેતા પ્રિતી પટેલના પતિએ વર્ષ 2015માં સાંઈ કોર્પોરેશનના એક ભાગીદાર વિનોદ શ્રિવાસ્તાવને 4.07 લાખ રૂપિયા આપ્યા હતા. 2 ટકા વ્યાજે આપેલા રૂપિયા સામે વર્ષ 2018 સુધી 5.76 લાખની રકમ જમા થઈ ગઈ હતી પરંતુ વિનોદ રૂપિયા ચુકવવાનો નામ લેતો ન હતો. વિનોદે આપેલો ચેક પણ ઈનસફિશિયન્ટ ફન્ડંસના શેરાથી પરત ફરતા છેવટે વર્ષ 2018માં ફરિયાદીએ સાંઈ કોર્પોરેશનના ભાગીદાર સામે ચેક રિટર્નનો કેસ કરીને દાદ માંગી હતી. પરંતુ છ વર્ષ સુધી ચાલેલા કેસમાં પ્રિતી પટેલ વતી દલીલો કરનાર વકીલની દલીલો ટકી શકી ન હતી. તેની સામે એડવોકેટ સિદ્ધાર્થ મોદીને તાર્કિક દલીલોને અંતે કોર્ટે વિનોદ શ્રીવાસ્તવને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
COMMENTS