જેન્ટલમેન ગેમને વિશ્વફલક પર બદનામ કરનાર કૌભાંડીઓએ સિટી ક્રિકેટ ટુર્નામેન્ટને પણ ઓનલાઈન સાઈટ પર ચડાવી દેતાં ગણતરીની મિનિટોમાં લાખોના દાવ રમાયા વાદદ
જેન્ટલમેન ગેમને વિશ્વફલક પર બદનામ કરનાર કૌભાંડીઓએ સિટી ક્રિકેટ ટુર્નામેન્ટને પણ ઓનલાઈન સાઈટ પર ચડાવી દેતાં ગણતરીની મિનિટોમાં લાખોના દાવ રમાયા
વાદદાતાદ્વારા, સુરત. જેન્ટલમેન ગેમને ગેમ્બલિંગના કાળાબજાર થકી ગંદકીમાં ફેરવવા મથી રહેલા તત્વોમાં સુરતના લોકલ બુકીઓનો પણ સમાવેશ થઈ ગયો છે. સુરતના રાંદેર વિસ્તારમાં ચાલી રહેલી સુરત મુસ્લિમ લીગ ટ્રુર્નામેન્ટની ગેમમાં ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની અત્યંત વિસ્ફોટક માહિતી પ્રાપ્ત થતાં ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.શારીરિક તંદુરસ્તી સાથે જેન્ટનમેન ગેમમાં સમાવિષ્ટ રમતોમાં ક્રિકેટનું નામ અવ્વલ પંક્તિમાં આવે છે. આ ગેમમાં વિશ્વના અનેક રાજા-મહારાજાઓ ભાગ લેતાં હતા અને તેને એન્જોય કરતાં હતા. મેચના એક તબક્કામાં તો દરેક રાષ્ટ્રના લોકોમાં રાષ્ટ્રપ્રેમ છલકાઈ ઉઠે છે પરંતુ કેટલાંક કૌભાંડીઓને કારણે ક્રિકેટ જેવી ગેમ અભડાઈ રહી છે અને હવે ખરેખર નેચરલી આઉટ થઈ જનાર અથવા તો બેટ્સમેન પીટી નાંખે તો પણ બોલર પર શંકાના વાદળો ઘેરાતા થઈ જાય છે.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત મુસ્લિમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રસારણ થતું હતું જેથી મેદાન પર નહી પહોંચી સકેલા લોકો પણ ટુર્નામેન્ટનું આનંણ માણી શકે પરંતુ કેટલાંક કૌભાંડીઓએ લાઈવ ક્રિકેટનો ગેરલાભ ઉઠાવતા ઓનલાઈન સટ્ટો શરૂ કરી દીધો હતો અને પ્રારંભિક તબક્કામાં જ મોટા-મોટા દાવો લગાડી દીધા હતા.આ સંદર્ભે અમને પ્રાપ્ત થયેલી વિશેષ માહિતીમાં ઓનલાઈન સટ્ટો રમાડતી વેબસાઈટ પર મુસ્લિમ લીગ ટુર્નામેન્ટ ઓનલાઈન થઈ જતાં સટોડિયાઓએ દાવ પણ લગાડી દીધા હતા જેમાં ટુર્નામેન્ટમાં પહેલાંથી આખર એટલે કે ફાઈનલ સુધી હોટ ફેવરિટ ગણાતી ટીમનો 60 પૈસામાં ભાવ ખુલ્યો હતો જ્યારે બીજી ટીમનો એક રૂપિયો ભાવ ખુલ્યો હતો.ઓનલાઈટ સાઈટ પર સટ્ટો શરૂ થતાં જ પ્રારંભિક મિનિટોમાં લાખો રૂપિયાના દાવ લાગી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.
પોલીસની દેખરેખ હેઠળ ગેમ રમાઈ!
ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની પ્રાથમિક માહિતીને આધારે રાંદેર પોલીસે ચાલુ મેચમાં જ દરોડો પાડ્યો હતો અને સંચાલકો તેમજ મેનેજમેન્ટના જવાબો લીધા હતા પરંતુ આખા કૌભાંડથી અજાણ મેનેજમેન્ટના પ્રત્યુત્તરથી સંતુષ્ટ થયાં બાદ પોલીસે કડક કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. અલબત્ત અધુરામાંથી લાઈવ પ્રસારણ બંધ કરીને પોલીસની નિગરાનીમાં ફાઈનલ મેચ પૂર્ણ કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. મુસ્લિમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્પાર્ટન્સ સુરત અને તાજ ડેવલપર વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં તાજ ડેવલપરે 8 વિકેટે બાજી મારીને હોટ ફેવરીટ ગણાતી ટીમનો ફુગ્ગો ફોડી નાંખ્યો હતો
COMMENTS