રશિયાના ભાડાના હત્યારાઓના સમુહ વેગનર ગ્રુપે રાષ્ટ્રપતિ વલાદિમીર પુતિન વિરુદ્ધ બળવો પોકારવાની સાથે સત્તાપલટાની જાહેરાત કરી છે. વેગનર ગ્રુપના પ્રમુખ યે
રશિયાના ભાડાના હત્યારાઓના સમુહ વેગનર ગ્રુપે રાષ્ટ્રપતિ વલાદિમીર પુતિન વિરુદ્ધ બળવો પોકારવાની સાથે સત્તાપલટાની જાહેરાત કરી છે. વેગનર ગ્રુપના પ્રમુખ યેવગેની પ્રિગોઝિને પ્રણ લીધું છે કે એ પુતિનને સત્તા પરથી હટાવશે. એક સમયે પુતિને જ પ્રિગોઝિનને વેગનર ગ્રુપની સ્થાપના કરવામાં સહાય કરી હતી. તેમણે વેગનર ગ્રુપને રશિયન સેનાથી હથિયાર અને ટ્રેનિંગ પણ અપાવી હતી. હવ એજ વેગનર ગ્રુપ પુતિન પાછળ હાથ ધોઇને પડ્યું છે. વેગનર ગ્રુપ ઝડપભેર મૉસ્કો તરફ આગળ વધી રહ્યું હોવાથી મૉસ્કોમાં સૈન્યની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ક્રેમલિન અને ડ્યુમાની સુરક્ષા માટે ટેન્કો, બખ્તરબ્ધ ગાડીઓની સાથે સ્પેશિયલ ફોર્સના કમાન્ડો તૈનાત કરાયા છે. દરમિયાન રોસ્તોવમાં રશિયન સના અને વેગનર ગ્રુપ વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
યેવેની પ્રિગોઝિને દાવો કર્યો છે કે રશિયન સેનાએ વેગનર ટ્રેનિંગ કેમ્પ પર મિસાઇલ હુમલો કર્યો છે. આ માટે તેમણે ક્રેમલિનને જવાબદાર ગણાવ્યા છે. એ સાથે તેમણે જવાબી કાર્યવાહી કરવાના સોગંદ ખાધા છે. તેમણે જણાવ્યું કે અમે પચીસ હજાર લોકો છીએ.
હકીકતમાં રશિયન સૈન્ય અને વેગનર ગ્રુપ વચ્ચે ઘણા સમયથી તંગદિલી ચાલી રહી છે. રશિયન સેના વેગનર ગ્રુપને સૈન્યમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત વેગનર ગ્રુપે આક્ષેપ કર્યો છે કે રશિયન સેના સમયસર હથિયાર પૂરા પાડતી ન હોવાથી યુક્રેનમાં એની સેનાને જાનમાલની ભારે ખુવારી ભોગવવી પડી. યેવગેનીએ વેગનર લડવૈયાઓના મોત માટે રશિયન સેનાને જવાબદાર ગણાવી હતી. એમાં તાજેતરમાં થયેલા મિઝાઇલ હુમલાએ તંગદિલી વધારી છે.
દરમિયાન રશિયાની આંતરિક જાસૂસી એજન્સી એફએસબીએ પ્રિગોઝિન વિરુદ્ધ સશસ્ત્ર બળવો કરવાનો ગુનો નોંધ્યો છે. એફએસબીએ વેગનર ગ્રુપને એમના વડાની અટક કરવાનું આહવાન કર્યું છે.
વેગનર ગ્રુપના સૈનિકો રોસ્તોવના રશિયન સેનાના મુખ્યાલય સુધી પહોંચી ગયા છે. પ્રિગોઝિને રિલીઝ કરેલા ઑડિયો મેસેજમાં દાવો કર્યો હતો કે વેગનરે દક્ષિણના શહેર રોસ્તોવ પાસે તેમના કાફલા પર ગોળીબાર કરનાર એક હેલિકૉપ્ટરને તોડી પાડ્યું છે. મળતા અહેવાલ મુજબ રશિયન સેનાના મુખ્યાલયમાં આગ લાગી છે. ઉપરાંત મૉસ્કો શહેરને સીલ કરાયું છે.
COMMENTS