પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુઆંક 15 હતો.
પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુઆંક 15 હતો. પરંતુ સામે આવેલી માહિતી મુજબ મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. મૃતકોની સાથે ઘાયલોની સંખ્યા પણ વધી રહી છે. અગાઉ 50 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલોની સંખ્યા વધીને 100ની નજીક પહોંચી ગઈ છે. અહીં દુર્ઘટના બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકોને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધશે. હાલમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની સાથે પોલીસ અને મેડિકલ ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે.
શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે ભયાનક અકસ્માત થયો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પાકિસ્તાનના શહજાદપુર અને નવાબશાહ વચ્ચે બની હતી. જેમાં રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસની 10 જેટલી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ટ્રેન કરાચીથી પંજાબના રાવલપિંડી જઈ રહી હતી ત્યારે શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ રાહત કાર્ય ચાલુ છે
દુર્ઘટનાની માહિતી સામે આવતા જ રાહત-બચાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માત સાથે જોડાયેલા ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. જે બાદ લોકોને બચાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
COMMENTS