ભારે વરસાદથી મૃત્યુના આંકડાઓમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરેઃ બિહાર અવ્વલ

HomeGujarat

ભારે વરસાદથી મૃત્યુના આંકડાઓમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરેઃ બિહાર અવ્વલ

 ભારે વરસાદને કારણે મરણાંકમાં આ વખતે ગુજરાત ત્રીજા ક્રમેછે, અને બિહાર પ્રથમ સ્થાને છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાની ભયાનક્તા ચાલુ રહે

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
શાહરૂખ ખાનને Y+ સુરક્ષા મળી, બોલિવૂડના કીંગે આપી છે સતત બે બ્લોકબસ્ટર ફિલ્મો
UPAનું નવું નામ INDIA, લોકસભા ચૂંટણીમાં NDAને ટક્કર આપવા વિપક્ષ થયું એકજૂટ

 ભારે વરસાદને કારણે મરણાંકમાં આ વખતે ગુજરાત ત્રીજા ક્રમેછે, અને બિહાર પ્રથમ સ્થાને છે.

ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાની ભયાનક્તા ચાલુ રહેતા બિહારમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પ૧૮ મોત થયા હોવાનું ગૃહવિભાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના આંકડાઓમાં કહેવાયું છે. ત્યારપછી હિમાચલ પ્રદેશ ર૦૦ અને ગુજરાતમાં ૧૩૯ મોત થયા છે જે રાષ્ટ્રીય રીતે રાજ્યને ત્રીજો નંબર આપે છે. આ આંકડા ૧ મે થી ર૩ જુલાઈ સુધીના છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે મોત થયા છે.

હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, બીપોરજોય વાવાઝોડાની અસર ઉપરાંત ભારેથી અતિભારે વરસાદના બે થી ત્રણ ગાળાએ રાજ્યના કેટલાક ભાગોમાં જળતાંડવ કર્યું છે. તાજેતરમાં જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને અન્ય જિલ્લાઓ જળતાંડવનો ભોગ બન્યા હતાં. વરસાદના કારણે પોતાની આ યાદીમાં બનાસકાંઠા અને મહીસાગરમાં તળાવમાં ડૂબી જવાના કારણે પાંચ બાળકોના થયેલા મોત પણ સામેલ છે. કાંકરેજ તાલુકાના ફતેપુરા ગામમાં ત્રણ બાળકોના મોત થયા હતાં.

ગયા અઠવાડિયે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ૧૧ વર્ષનો એક છોકરો ડૂબી ગયો હતો, જ્યારે રણજીતસાગર ડેમમાં ૩પ વર્ષનો એક પુરુષ અને તેનો ૧૩ વર્ષનો પુત્ર તથા ધુંવાવમાં એક ત્રણ વર્ષની છોકરી ડૂબી ગયા હતાં.

દીવાલ પડી જવાના કારણે આણંદમાં ર વ્યક્તિ અને બરવાળામાં એક મહિલાનું મોત થયું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ પણ એક અઠવાડિયું સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0