ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી પર્વે કર્મચારીઓને રૃા. ૭૦૦૦ ની મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા બોનસ ચુકવાશે જેનો રાજ્ય સરકારના કર્મચારીઓ સહ
ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી પર્વે કર્મચારીઓને રૃા. ૭૦૦૦ ની મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા બોનસ ચુકવાશે જેનો રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડનિગમના અંદાજે ર૧,૦૦૦ થી વધુ કર્મીઓને લાભ મળશે.
આગામી સમયમાં આવી રહેલા દિવાળી તહેવારોને ધ્યાને લઈને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૃપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
![](http://alertnewslive.com/wp-content/uploads/2023/09/mastan.jpg)
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજ્ય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૃા. ૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજ્ય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઈન એઈડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અંદાજે ર૧,૦૦૦ થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
COMMENTS