સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના બાદ ગૃહપ્રધાને યોજી બેઠક, રેલવે રાજ્યપ્રધાને હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

HomeGujarat

સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના બાદ ગૃહપ્રધાને યોજી બેઠક, રેલવે રાજ્યપ્રધાને હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ટ્રેન પકડવા માટે ભાગદોડ મચી જતા અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ,

સિંહણનું નામ ‘સીતા’ અને સિંહનું નામ ‘અકબર’ કેમ? કોલકાતા હાઈકોર્ટે નામ બદલવાનો આદેશ આપ્યો 
રશિયામાં પુતિનની સામે બળવો કરનારા વેગનર ચીફ પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં મોત, પ્લેન ક્રેશ પહેલાં થયા બે વિસ્ફોટ
જેપી નડ્ડાએ NDA બેઠકમાં હાજરી આપવા ‘LJP રામવિલાસ’ને પત્ર મોકલ્યો, નિત્યાનંદ રાયે ચિરાગને મળ્યા

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ટ્રેન પકડવા માટે ભાગદોડ મચી જતા અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણનો અનુભવ થતા ઢળી પડ્યા હતા. એક પેસેન્જરનું મોત પણ થયું હતું. ઘટનાના અહેવાલો તરત જ મીડિયામાં છવાઇ જતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રેલવે સ્ટેશન પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ એ પછી પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. સુરત કલેકટર, સુરત પોલીસ કમિશનર, રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા હતા.

બીજી તરફ કેન્દ્રીય રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોષ મૃતકના પરિવારજનો અને હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત મુસાફરોની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મૃતકના ભાઈ અને ઇજાગ્રસ્ત મહિલા સહિતની મુલાકાત લઈ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0