જામનગરની સરકારી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોનમાં ફોટા-સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના કેસમાં બે તબીબોને સાત દિવસ માટે મૂળ ફરજથ
જામનગરની સરકારી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોનમાં ફોટા-સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના કેસમાં બે તબીબોને સાત દિવસ માટે મૂળ ફરજથી દૂર ખસેડવામાં આવ્યા છે, અને ત્રણ તબીબોની તપાસ ટૂકડીની રચના કરવામાં આવી છે જે સમિતિ આજે પોતાનો અહેવાલ રજૂ કરશે.
સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની ગણાતી જામનગરની જી.જી. હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક દર્દીના ઓપરેશન સમયે તબીબોએ સેલ્ફી લીધી હતી અને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી. આ મુદ્દો અખબારોમાં ચમક્યા પછી હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું અને આ સેલ્ફીનો મોહમાયા રાખનાર ડો. પ્રતીક પરમાર અને ડો. ઈશ્વરને સાત દિવસ માટે તેના મૂળ સ્થાનેથી દૂર કરવાનો આદેશ કર્યો હતો.
જ્યારે ત્રણ તબીબોની તપાસ સમિતિ બનાવાઈ હતી જેમાં ડો. મનિષ મહેતા, ડો. ભદ્રેશ વ્યાસ અને ડો. દેવદત ગોહિલનો સમાવેશ થાય છે. આ સમિતિ આજે પોતાનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરશે. આમ તબીબી જગતમાં સેલ્ફીનો મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે.
COMMENTS