જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટનામાં 4 વ્યક્તિનાં મોત થયાં છે, જે તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે તેમજ મૃ
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટનામાં 4 વ્યક્તિનાં મોત થયાં છે, જે તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે પોલીસતંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા 5 કલાકથી પણ વધુ સમયથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હજુ લગભગ છ જણ અંદર દટાયાની આશંકા છે, જેમાં બાળકોનો સમાવેશ છે.
શહેરમાં શનિવારે ભારે વરસાદ વરસ્યો હતો. મકાન જૂનવાણી હતું, વધારે વરસાદ પડતા પણ આમ બન્યું હોવાની શક્યતા છે.
આજે દાતાર રોડ પર આવેલું એક માળનું મકાન ધરાશાયી થયુ હતુ. આ મકાનની નીચે દુકાન પણ આવેલી છે. શિવ માર્કેટ પાસે આવેલુ મકાન ધરાશાયી થતા લોકોની ભીડ જામી ગઈ હતી. જો કે, ઘટનાની જાણકારી મળતાની સાથે ઘટના સ્થળે મનપાની ટીમ, પોલીસ અને NDRF ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
COMMENTS