hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

ગુજરાતની જનતાને ખ્યાતિકાંડની સજા! આયુષ્માનની કામગીરી પર એબીએસ બ્રેકથી લાખો દર્દી અટવાયા

HomePoliticsNews

ગુજરાતની જનતાને ખ્યાતિકાંડની સજા! આયુષ્માનની કામગીરી પર એબીએસ બ્રેકથી લાખો દર્દી અટવાયા

નવા આયુષ્માનની કામગીરી સદંતર બંધઃ ઈમરજન્સીની સેવાના લાભથી પણ ગુજરાતની જનતા વંચિત મુસદ્દીક કાનુન્ગો દ્વારા, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવ

ગુજરાતમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશેઃ શિક્ષણ બોર્ડની જાહેરાત
How landscape architectures can help you predict the future
Why elementary schools are killing you

નવા આયુષ્માનની કામગીરી સદંતર બંધઃ ઈમરજન્સીની સેવાના લાભથી પણ ગુજરાતની જનતા વંચિત

મુસદ્દીક કાનુન્ગો દ્વારા, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આયુષ્માનકાર્ડ થકી પાંચ લાખ રૂપિયાની સારવાર નિઃશુલ્ક કરવામાં આવતી હતી પરંતુ ખ્યાતિકાંડ પછી ગુજરાત સરકારે ગુજરાતની સાત કરોડ જનતાને રીતસરની બાનમાં લેવાનું કામ કર્યું છે.સતત તપાસના ધમધમાટ વચ્ચે ગુજરાતમાં આયુષ્માનની કામગીરી પર બ્રેક મારી દેવામાં આવી છે જેને કારણે નવા આયુષ્માન કાર્ડ તો બનતા જ નથી પરંતુ જુના કાર્ડ હોય તેમને પણ રૂપિયા ખર્ચવાની જરૂર પડી રહી છે.આયુષ્માન પેનલમાં આવતી દરેક હોસ્પિટલને સરકારે શંકાના દાયરામાં મુકીને મહત્તમ હોસ્પિટલમાંથી આયુષ્માનની કામગીરી પર રોક લગાવી દેવામાં આવી છે જેને કારણે દર્દીઓ અટવાઈ રહ્યાં છે તો કેટલાંક નબળી આર્થિક પરિસ્થિતિને કારણે બિમાર અવસ્થામાં ઘરમાં પડ્યા રહેવા મજબુર બન્યા છે.મેડિકલી અનફિટ હોવા છતાં નાણાના અભાવે કેટલાંયે લોકો ઈલાજ કરાવી શકતા નથી. જેને કારણે દર્દીઓ અને તેમના સબંધીઓનો મરો થઈ રહ્યો છે અને લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.અમદાવાદની ખ્યાતિ નામની હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડના નામે સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવ્યા બાદ યોગ્ય તકેદારીના પગલાં લેવાને બદલે રાજ્ય સરકારે નવા આયુષ્માન કાર્ડ ક્રિએટ કરવાની કામગીરી જ સદંતર બંધ કરી દીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આયુષ્માનની કામગીરી શરૂ થઈ નથી. સુરતની વાત કરીએ તો માત્ર 3-4 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. બાકીની હોસ્પિટલને હોલ્ડ પર મુકવામાં આવી છે જેથી દર્દીઓ આમથી તેમ ફાંફા મારી રહ્યાં છે.

અપ્રુવલ એજન્સી પણ સસ્પેન્ડ
કેટલાંક સંજોગોમાં દર્દીઓને ઈમરજન્સીમાં હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં ઈમરજન્સી આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા પણ પુરી પાડવામાં આવી હતી પરંતુ ખ્યાતિકાંડ પછી આવી હોસ્પિટલ પાસેથી પાવર છીનવી લેવામાં આવ્યા છે. હવે ઈમરજન્સીમાં હોસ્પિટલ ખસેડાતા દર્દીઓને ખિસ્સા ઢીલા કરવા પડે છે અથવા તો નાણાના અભાવે પરત ઘરે ચાલ્યા જવું પડે છે. ગરીબો માટે અત્યંત લાભદાયક સ્કિમમાં આવી બેદરકારીથી ગુજરાતના લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સરકાર સફાળી નહી જાગે તો આગામી દિવસોમાં મોટો ભડકો થઈ શકે છે.

ઓનલાઈન નામમાં ગડબડ ગોટાલા
સામાન્ય રીતે રાશનકાર્ડમાં જે વ્યક્તિનું નામ હોય તેમના નામ અંગ્રેજીમાં અપડેટ કરવામાં આવે છે જે પીએમજેએવાય સાઈટ પર અપડેટ થાય છે પરંતુ રાશનકાર્ડની કચેરીમાં અભણ જેવા બેસાડેલા ઓપરેટરો એટલી બધી ભુલો કરે છે કે આયુષ્માન સાઈટ પર ભળતાં જ નામ પ્રદર્શિત થાય છે. કેટલી વાર તો ઓપરેટરો પર એટલું દબાણ હોય છેકે તે નામને બદલે માત્ર AA AAA AAAA જેવા શબ્દો લખીને છોડી દે છે જેને કારણે આયુષ્માનની વેબસાઈટ પર પણ આવા નામ પ્રદર્શિત થાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીના સંબધીઓને એટલી બધી દોડધામ વધી જાય છેકે, તેમની મુશ્કેલીનો પાર આવતો નથી. આટલેથી ઓછું હોય ભારે દોડધામ કરીને રાશનકાર્ડની કચેરીમાં નામ અપડેટ કરવામાં આવે તો પણ આયુષ્માન સાઈટ પર નામ ચઢતાં 15-20 દિવસથી લઈને 2-4 મહિના પણ નિકળી જાય છે. આવામાં દર્દીને ક્યાં તો રૂપિયા ખર્ચીને ઈલાજ કરવવો પડે છે અથવા તો અપડેટની રાહ જોતાં જોતાં મરણપથારીએ પડ્યા રહેવાનો વખત આવ્યો છે. સરકાર આમાં યોગ્ય દખલગિરી કરે તો ગુજરાતની જનતાને રાહત મળી શકે છે.

આયુષ્માન સાઈટ પર સુધારાને અવકાશ નથી!
રાશનકાર્ડની કચેરીથી જે નામ અપડેટ કરવામાં આવ્યા હોય તે જ આયુષ્માનની સાઈટ પર પ્રદર્શિત થાય છે. કેટલાંક સંજોગોમાં તો માત્ર AAA AAA AAA જેવા નામો પ્રદર્શિત થાય છે એટલે આ ગડમથલ દુર કરવા માટે દર્દીના સંબંધીને ખુબ દોડધામ થાય છે અને સમયમર્યાદામાં કામ પણ પૂર્ણ થતું નથી. જેને કારણે દર્દીને હાલત વધુ નાજુક બને છે. કેટલાંક સંજોગોમાં તો દર્દીઓ મોતના મુખમાં પણ ધકેલાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારને જોઈએ કે જે તે વ્યક્તિના ડોક્યુમેન્ટને આધારે ફેરફાર માટેનું ઓપ્શન એડ કરવું જોઈએ જેનાથી જે તે વ્યક્તિ તેમના ઓળખકાર્ડ થકી કરેક્શન કરી શકે અને પોતાનું આયુષ્માન ક્રિએટ કરી શકે.

રાશનકાર્ડમાં આધાર નંબર પણ ખોટા
રાશનકાર્ડની કચેરીમાં ધકેલ પંચા સો જેવા કામ કરતાં અશિક્ષિત જેવા ઓપરેટરોને ઉતાવળને કારણે ઘણાં એવા રાશનકાર્ડ ધારકો છે જેમના નામ સાથે આધાર નંબર ખોટા એડ કરી દેવામાં આવ્યા છે. આયુષ્માન બનાવતી વખતે આ ભુલ ખુબ નડે છે અને દર્દીઓ તેમના કાર્ડ બનાવી સકતા નથી અને સરકારની મહત્વપૂર્ણ યોજનાના લાભથી વંચિત રહી જાય છે. જેથી રાશનકાર્ડમાં પણ ઓનલાઈન આધાર સુધારવાની સુવિધાનું ઓપ્શન એડ કરવું જોઈએ એમ જાણકારોનું માનવું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0