છત્તીસગઢનાં મુખ્યમંત્રી બનતા વિષ્ણુદેવ સાઈ, હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રીની કરાશે જાહેરાત

HomeCountryPolitics

છત્તીસગઢનાં મુખ્યમંત્રી બનતા વિષ્ણુદેવ સાઈ, હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રીની કરાશે જાહેરાત

નવી દિલ્હી તા. ૧૨ઃ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય અને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવની આવતીકાલે શપથવિધિ થનાર છે, જ્યારે આજે રાજસ્થા

મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ગોળીબારમાં ચારના મોત, અનેકને ઈજા, કરફ્યુ લદાયો
કચ્છથી શરુ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, મેઘાલયમાં થશે સમાપ્ત
માયાવતીની મોટી જાહેરાત, BSP એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે, કોઈપણ ગઠબંધનનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી તા. ૧૨ઃ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય અને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવની આવતીકાલે શપથવિધિ થનાર છે, જ્યારે આજે રાજસ્થાનના વિધાયક દળની બેઠક મળ્યા પછી ત્રણેય રાજ્યના નવા મુખ્યમંત્રીની શપથવિધિ આવતીકાલે થશે અને પીએમ મોદી હાજર રહેશે તેવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે. ભારતીય જનતા પક્ષ દ્વારા આ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે રાજનાથસિંહ રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનું નામ લઈને રાજસ્થાન જવા માટે રવાના થયા હતાં. આ પહેલાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની શપથવિધિ ૧૩ ડિસેમ્બરે થશે તેવી જાહેરાત થઈ હતી.

ભારતીય જનતા પક્ષે આ પહેલાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત કરી છે અને આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી નક્કી થયા પછી ત્રણેય મુખ્યમંત્રીની શપથવિધિ આવતીકાલે અલગ અલગ સમયે થઈ શકે છે. તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે. કારણ કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની શપથવિધિ ૧૩ ડિસેમ્બરે (આવતીકાલે) થશે તે જાહેર થઈ ચૂક્યું છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ૩ ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતાં. ૮ ડિસેમ્બરે જ રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેની પણ કેન્દ્રિય નિરીક્ષક તરીકે જાહેરાત કરવામાં આવી હતી. ત્રણેય નિરીક્ષકો મંગળવારે બપોરે જયપુર પહોંચી જશે. ધારાસભ્યોને સવારે ૧૧ થી ૧ વાગ્યાની વચ્ચે ભાજપ કાર્યાલય પર પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. ધારાસભ્યોની નોંધણી ૧ વાગ્યા પછી શરૃ થઈ હતી.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પાર્ટીએ ધારાસભ્યોમાંથી મુખ્યમંત્રીની ઘોષણા કરી છે. તેથી એવું માનવામાં આવી હતું કે રાજસ્થાનમાં પણ આ જ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. ધારાસભ્યોમાંથી એકને મુખ્યમંત્રી, બે નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષના પદોમાંથી એક મહિલાને આપવામાં આવે તેવી શક્યતા પણ જણાવાઈ રહી હતી, તે પછીનો ઘટનાક્રમ પણ શરૃ થઈ ચૂક્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0