વિપક્ષી મહાગઠબંધન I.N.D.I.A. નાં 21 સાંસદોનું પ્રતિનિધિ મંડળ મણીપુરની મુલાકાતે

HomeCountryPolitics

વિપક્ષી મહાગઠબંધન I.N.D.I.A. નાં 21 સાંસદોનું પ્રતિનિધિ મંડળ મણીપુરની મુલાકાતે

વિપક્ષી મહાગઠબંધન ઈન્ડિયાના ર૧ સાંસદો બે દિવસના મણીપુરના પ્રવાસે જતાં રાજકરણ ગરમાયુ છે છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. આ પ્રવ

અયોધ્યા આતંકી હુમલાના ચાર આરોપીઓને શરતી જામીન, પાંચ જુલાઈ 2005ના રોજ શું થયું હતું?
બજેટ દરમિયાન કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્ય બની વ્યક્તિ ઘૂસી ગયો, 15 મિનિટ સુધી ગૃહમાં બેસી રહ્યો, ધરપકડ કરાઈ
ગોરખપુરનો યુવક સ્વસ્થ થવા બાગેશ્વર ધામ ગયો, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે જ થયું મોત

વિપક્ષી મહાગઠબંધન ઈન્ડિયાના ર૧ સાંસદો બે દિવસના મણીપુરના પ્રવાસે જતાં રાજકરણ ગરમાયુ છે છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. આ પ્રવાસને લઈને રાજ્ય સરકારની મંજુરીનો મુદ્દો પણ ચર્ચામાં છે. બે દિવસના પ્રવાસ દરમિયાન રાહત શિબિરો તથા પીડિતોની મુલાકાત ઉપરાંત રાજ્યપાલને રજૂઆત કરવાનો પણ કાર્યક્રમ જાહેર થયો છે.

સંસદમાં હોબાળા પછી ઈન્ડિયાના નેતાઓ હવે મણીપુરની મુલાકાતે જઈ રહ્યા છે. વિપક્ષી મહાગઠબંધનના ર૧ સંસદો સાથેનું પ્રતિનિધિમંડળ નેતાઓ રાજ્યપાલને મળશે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ જમીની હકીકત જાણશે તે ઉપરાંત રાહત શિબિરો-હિંસા પીડિતોને પણ મળશે. ર દિવસનું રોકાણ પછી રિપોર્ટ તૈયાર કરી સંસદમાં તેના ઉપર ચર્ચાની માંગ કરશે તેમ જાણવા મળેલ છે.

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ગૌરવ ગોગોઈએ કહ્યું કે જે વિસ્તારોમાં હિંસા થઈ છે ત્યાં જવું અમારા માટે મુશ્કેલ છે. અમે રાહત શિબિરોની મુલાકાત લઈશું અને પીડિતોને મળીશું. વિપક્ષના ર૧ સાંસદો મણિપુરની મુલાકાતે છે. તેમાં કોંગ્રેસ ઉપરાત જેએમએમ, શિવસેના, આપ, ટીએમસી, ડાબેરી પક્ષો અને એનસીપીના સાંસદો સામેલ છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યુું કે પીએમ મોદી ભલે મણિપુરના લોકોને ભૂલી ગયા હોય પરંતુ અમે તેમના દુઃખમાં તેમની સાથે છીએ.

ટીએમસી સાંસદ સુષ્મિતા દેવે કહ્યું કે બંને સમુદાયના પ્રતિનિધિઓને મળવા અને તેમની સાથે વાત કરવાનો અમારો પ્રયાસ રહેશે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે અમે એ પણ જોઈશું કે રાજ્ય સરકાર આ મુદ્દાના ઉકેલ માટે શું પગલાં ભરે છે. અમે રાહત શિબિરોમાં પીડિતોને મળીશું અને જમીનની સ્થિતિ તપાસીશું. એનસીપી (શરદ પવાર કેમ્પ)ના સાંસદ મોહમ્મદ ફૈઝલે કહ્યું કે આખો દેશ ઈચ્છે છે કે મણિપુરમાં સ્થિતિ સામાન્ય બને અને લોકોનું જીવન વહેલી તકે જુની પેટર્ન પર પાછું આવે. રાજ્ય ૩ મહિનાથી સળગી રહ્યું છે અને તે આખા દેશ માટે પીડાની વાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસાનો મામલો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. હંગામાને કારણે શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી ચાલી શકી ન હતી અને ગૃહને સોમવાર સુધી સ્થગિત કરવું. હતું. લોકસભામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભાજપનું કહેવું છે કે સરકાર ચર્ચા ઈચ્છે છે અને ગૃહમંત્રી પોતે જ ગૃહમાં જવાબ આપશે. બીજી તરફ વિરોધ પક્ષોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ગૃહમાં જવાબ આપવો જોઈએ. મોન્સૂન સત્રમાં મણિપુર હિંસા મુદ્દે ઘણી લડાઈ થઈ છે અને આગળ પણ મડાગાંઠ સર્જાવાની શકયતા છે.

એવા અહેવાલો પણ છે કે રાજ્ય સરકારે આ પ્રવાસ માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના ર૧ સાંસદને મંજુરી આપી નથી. આવી સ્થિતિમાં આ નેતાઓને એરપોર્ટ પર જ રોકવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0